ઇસ્કોન હિટ એન્ડ રન કેસમાં તથ્ય પટેલને રાહત મળી છે, તથ્ય પટેલના 7 દિવસના હંગામી જામીન મંજૂર કરાયા છે, માતાની સારવાર માટે માંગ્યા હતા જામીન અને ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલના જામીન કર્યા મંજૂર અને ટ્રાયલ કોર્ટે રિજેક્ટ કર્યા હતા તથ્ય પટેલના જામીન.
ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કર્યા
ઇસ્કોન બ્રિજ પર દોઢેક વર્ષ પહેલા મધરાત્રે બેફામ રીતે જગુઆર કાર ચલાવી 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે 7 દિવસના જામીન આપ્યા છે. આ પહેલા પણ તથ્યએ જેલમાંથી બહાર આવવા પણ પ્રયત્નો કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહતો. અંતે તથ્યએ તેની માતાની કરોડરજ્જુની મોટી સર્જરી માટે જામીનની અરજી કરી હતી, જે હાઈકોર્ટે મંજૂર કરી છે. આગામી 12 મેના રોજ માતાને કરોડરજ્જુની સર્જરી થવાની છે.
તથ્ય પટેલના કેસમાં 191 સાક્ષીઓના નિવેદન લેવાયા છે
કેસમાં 191 સાક્ષીઓના નિવેદન લેવાયા છે. તેમજ 15 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા છે. જેમાં રફતારના રાક્ષસ તથ્ય પટેલને સજા ક્યારે અને તથ્યએ કરેલા અકસ્માત કાંડને એક વર્ષ પૂર્ણ થયુ જેમાં પીડિતોને ક્યારે મળશે ન્યાય તે ચર્ચા શરૂ થઇ છે. જેમાં 35 મુદત છતાં તથ્ય સામે ચાર્જફ્રેમ કેમ નહીં. ટ્રાયલ ચલાવનાર જજ નિવૃત થયા છતાં કેસ પેન્ડિંગ છે. ઉતાવળે ચાર્જશીટ ફાઇલ કરી પરંતુ કેસની સુનાવણી પર પ્રશ્નાર્થ છે. પોલીસે વાહવાહી કરવા નિવેદન બાજીનો અમલ ન થયો તથા તથ્ય પટેલ સામે 191 સાક્ષી, 15 દસ્તાવેજી પુરાવા, 9 ના મોત છતાં તથ્ય જેલમાં આરામ ફરમાવે છે.
જાણો શું છે સમગ્ર મામલો
તથ્ય પટેલ જેગુઆર કારમાં પોતાના મિત્રો સાથે કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબવાળા એસજી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે ઇસ્કોન બ્રીજ પર એક થાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને પોલીસ જવાનો સહિત ઘણાં લોકો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરી રહ્યા હતા, તે સમયે તથ્ય પટેલની જેગુઆર કાર આશરે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે આવીને રસ્તા પર અગાઉથી થયેલા ઍક્સિડન્ટ પાસેથી પસાર થઈને 8 લોકોના સ્થળ પર જ મોત નીપજાવી દીધા હતાં, જ્યારે એક વ્યક્તિ હૉસ્પિટલ સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી. આ ઘટના બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી, અને પોલીસ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.













