- સુરત શહેરમાં લેપ્ટોસ્પાઇરોસિસની એન્ટ્રી
- લિંબાયતના ઇન્દિરા વસાહતમાં રહેતો હતો યુવક
- લેપ્ટોસ્પાઇરોસિસ બેક્ટેરિયાથી થતો રોગ છે
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ બાદ લેપ્ટોસ્પાઇરોસિસ વાયરસની એન્ટ્રી થઈ છે જેના કારણે લિંબાયતમાં રહેતા 34 વર્ષીય યુવકનું મોત નિપજયું છે,કહેવાય છે કે વરસાદમાં પૂરના પાણીના કારણે આ વાયરસ ફેલાતો હોય છે,તો લિંબાયત વિસ્તારમાં પૂરની પરિસ્થિતિનુ સર્જન થયુ હતુ,અને તેના કારણે મોત થયુ હોવાની આશંકા સેવાઈ રહી છે.
સુરતમાં લેપ્ટોસ્પાઇરોસિસ વાયરસની એન્ટ્રી
આરોગ્ય વિભાગને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.સુરત શહેરમાં લેપ્ટોસ્પાઇરોસિસ વાયરસની એન્ટ્રી થઈ છે.લિંબાયતમાં રહેતા 34 વર્ષીય યુવકનુ મોત થયુ છે.ગુજરાતમાં ત્રણેક વર્ષથી લેપ્ટોસ્પાઇરોસિસ વાયરસનો એક પણ કેસ દેખાયો નથી.લેપ્ટોસ્પાઇરોસિસએ લેપ્ટોસ્પાયરા બેક્ટેરિયા દ્વારા થતો બેક્ટેરિયલ ચેપ છે,સુરતમાં પાછળના દિવસોમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને પૂરની પરિસ્થિતિ સર્જાતા યુવકને લેપ્ટોસ્પાઇરોસિસ થયો હોવાની શંકા સેવાઈ રહી છે.
જાણો રોગનું નિવારણ અને સારવાર
રોગને અટકાવવાના પ્રયત્નોમાં સંભવિત રીતે ચેપિત પ્રાણીઓ સાથે કામ કરતી વખતે સંપર્ક ટાળવો, સંપર્ક પછી હાથ ધોવા અને લોકો જે વિસ્તારમાં કામ કરતાં હોય અને રહેતા હોય તે વિસ્તારમાંથી ઉંદરોને ઘટાડવાનો સમાવેશ થાય છે.એન્ટિબાયોટિક ડોક્સીસાઈલીન, જ્યારે પ્રવાસકારો વચ્ચે ચેપ અટકાવવા માટેના એક પ્રયત્નમાં ઉપયોગમાં લેવામાં આવી હતી, તે અસ્પષ્ટ લાભ માટે છે.ચોક્કસ પ્રકારના લેપ્ટોસ્પાઈરા માટે પ્રાણીઓ માટેની રસીઓ ઉપલબ્ધ છે જે મનુષ્યોમાં ફેલાવવાનું જોખમ ઘટાવે છે.
આ રોગના લક્ષ્ણો જાણો
ઉલટી થવી ,તાવ આવવો,લાલ આંખો,સ્નાયુમાં દુખાવો,ફોલ્લીઓ,માથાનો દુખાવો,ફેફસાની સમસ્યાઓ થતી હોય છે.વિકસિત વિશ્વમાં તે સૌથી સામાન્ય રીતે એવા લોકોમાં જ ઉદ્દભવે છે કે જેઓ વિશ્વના ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં બહારની પ્રવૃતિઓમાં સંકળાયેલા છે.નિદાન એ સામાન્ય રીતે બેક્ટેરિઆ વિરૂદ્ધ એન્ટીબોડી માટે શોધ દ્વારા અથવા લોહીમાં તેના DNA શોધીને થાય છે.