• મોબાઇલ ફોનમાં વાયરસના એટેકથી બચો
  • એન્ટિ વાયરસ એપ તમને થશે ઉપયોગી
  • એન્ટિવાયરસ એપ ડાઉનલોડ કરવાથી ફોન થશે સિક્યોર

આપણે બધા સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણી વખતે એવુ થઇ જાય છે કે ફોનમાં વાયરસ આવી જાય છે. આવી સ્થિતિમાં ફોનની સેફ્ટી અને સિક્યુરિટી સામે જોખમ ઉભુ થાય છે. ત્યારે તમે પણ તમારા ફોનને વાયરસ અને માલવેર અટેકથી બચાવી શકો છે. જેના માટે સ્માર્ટફોનમાં એક એન્ટિવાયરસ એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારે આવો જાણીએ આ એપથી કેવી રીતે તમે તમારા ફોનને વાયરસથી બચાવશો.

કઇ એન્ટિવાયરસ એપ ફોનમાં અપલોડ કરવી ?

હવે આ સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે ફોનમાં કઇ એન્ટીવાયરસ એપ ડાઉનલોડ કરવી. સાયબર સ્વચ્છતા કેન્દ્ર, સરકાર આ ઑફિશિયલ વેબસાઇટનું નામ તમારા માઇન્ડમાં ફીટ કરી લો. કારણ કે આ સાઇટ તમને ઘણી જરૂરી માહિતી આપે છે. આ અધિકૃત સાઇટ પર તમને એવી એપ્સ વિશે જાણકારી મળશે જે સરકાર દ્વારા અપ્રુવ્ડ કરવામાં આવી છે. આ એન્ટિવાયરસ એપ કઇ છે અને તમે તેને કેવી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો? તમે તમારા ફોનમાં સિક્યુરિટી અને વાયરસ એટેક માટે એક આ એપ ઇન્સ્ટોલ કરી શકો છો.

કઇ છે એન્ટિવાયરસ એપ ?

સાયબર સ્વચ્છતા કેન્દ્રની વેબસાઈટના હોમપેજ પર સિક્યોરિટી ટુલ્સ સેક્શનમાં જેવી ક્લિક કરો એટલે પેજ પર અમુક એન્ટિવાયરસ વિશે માહિતી આપવામાં આવી છે. તમારા મોબાઇલ ફોનની સેફ્ટી માટે તમે ફોનમાં eScan CERT-In Bot Removal અને M-Kavach 2 એપ ઇન્સ્ટોલ કરી શકો છો. ત્યારે બંને એપ વિશે જાણીએ વિગતાવાર

eScan CERT-In Bot Removal

આ એપ્લિકેશન CERT-In (ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. આ એપ પહેલા તો ફોનમાં બોટ્સ, ઈંફેક્ટેડ ફાઇલ્સ અને મેલવેરને શોધી નાખે છે. અને પછી તેને ડિવાઇસમાંથી રિમૂવ કરવાનું કામ કરે છે.

M-Kavach 2

સી -ડેક હૈદરાબાદએ MeitY (ઇલેક્ટ્રૉનિક્સ અને સૂચના ટેકનોલોજી મંત્રાલય) સાથે મળીકર એમ-કવચ 2 તૈયાર કર્યુ છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ મોબાઇલ સિક્યુરિટી એપ્લિકેશન છે જે તમને ગૂગલ પ્લે સ્ટોર પર મળશે. આ એપ એન્ડ્રોઇડ ડિવાઇસ પર આવી રહેલા ખતરાથી બચાવવાનું કામ કરે છે. આ એપ હિડન, બેન એપ્સ, સિક્યુરિટીમાં મુશ્કેલી અને વાયરસ એપ્સ શોધી નાખે છે. ડિવાઇસને ફૂલ સ્કેન કર્યા બાદ આ એપ્સને હટાવી દેવામાં મદદ કરે છે.


  • Follow us on: