- અંદાજિત 15 થી વધુ લોકો બસમાં હતા સવાર
- સિક્યુરિટી ગાર્ડ્સથી ભરેલી હતી બસ
- બસના પતરા કાપીને બહાર કાઢવાનો આવ્યો વારો
સુરતના હજીરામાં બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં અકસ્માતમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાતા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. અંદાજિત 15 થી વધુ લોકો બસમાં સવાર હતા. તેમાં સિક્યુરિટી ગાર્ડ્સથી બસ ભરેલી હતી. તેમાં બસના પતરા કાપીને બહાર કાઢવાનો વારો આવ્યો હતો. રેસ્ક્યૂ કરતા લાઈવ વીડિયો સામે આવ્યા છે.
ફાયરની ટીમે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા
ફાયરની ટીમે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે. હજીરા રોડ પર મોડી રાત્રે બનાવ બન્યો છે. જેમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ડ્રાઈવર-કન્ડકટર ફસાયા હતા. L&Tના ગેટ નજીક જ અકસ્માત થયો હતો. ગઇકાલે આણંદ નજીક એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. જેમાં આણંદ નજીક એક્સપ્રેસ હાઇવે ગમખ્વાર અકસ્માત થયો હતો. તેમાં ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે આ અકસ્માત થયો હતો. જેમાં લક્ઝરી બસને ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. તેમાં ટાયર ફાટતા ઉભેલી બસને જોરદાર ટક્કર વાગી હતી. જેમાં અકસ્માતમાં 8થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.
રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે
પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. સરકાર દ્વારા સતત નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આણંદ નજીક ટ્રક અને લક્સઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. આ ગોઝારા અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા હતા. મળેલ જાણકારી પ્રમાણે ટ્રકનું ટાયર ફાટતાં સાઇડમાં ઉભેલી લક્ઝરી બસને ટ્રકે ટક્કર મારતાં બસ ડિવાઇડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી.