ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ડમ્પરની ટક્કર વાગતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે એક યુવતીનો બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


બાઈક ચલાવનાર પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં પાંથાવાડા ગુંદરી હાઈવે પર પિતા પુત્રી બાઈક પર પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચલાવનાર પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલી પુત્રીનો આબાદ બચાવ થયો હતો.ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

હાઈવે પર ભારે વાહનો બેફામ ગતિએ પસાર થતાં હોય છે

પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મૃતક બાઈક ચાલકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. હાઈવે પર ભારે વાહનો બેફામ ગતિએ પસાર થતાં હોય છે. જેના કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે. આ અકસ્માતોમાં મોતની સંખ્યા પણ સતત વધી રહી છે. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી હતી. 

  • Follow us on: