અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે ત્યારે હવે તો અમદાવાદમાં પ્રજાના રક્ષક જ સુરક્ષિત નથી તેવું કહીએ તો કોઈ નવાઈ નથી કારણકે અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસે પર કેટલાક અજાણા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો શા કારણે પથ્થરમારો કર્યો હતો. શું હતો સમગ્ર વિવાદ આવો જોઈએ આ ખાસ અહેવાલમાં
CCTVના આધારે 6 આરોપીની ધરપકડ
અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક લોકોએ પોલીસ પર પથ્થર ફેંક્યા હતા. DJ બંધ કરાવવા પહોંચેલી પોલીસ પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. પોલીસ પર હુમલા મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. CCTVના આધારે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુલબાઈ ટેકરા પાસે લગ્ન પ્રસંગ હતો, 2 કલાક સુધીની પરવાનગી પૂર્ણ થયા બાદ પણ dj વગાડ્યું હતું. સ્થાનિકોએ ફોન કરીને પોલીસને જાણ કરી હતી. તકરાર કરતા હોય અન્ય પોલીસ મોબાઈલ વેનની જરુરિયાત પડી હતી. 30 જેટલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે ઉશ્કેરાયેલા કેટલાક લોકોએ પોલીસ પર પથ્થર ફેંક્યા હતા. પથ્થરમારાના વીડિયોના આધારે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
30 જેટલા લોકોએ પથ્થરમારો કર્યો હતો : પોલીસ
ACP એચ.એમ.કણસાગરાએ સમગ્ર ઘટનાને લઇ જણાવ્યું હતું કે, અમદાવાદમાં પોલીસ પર હુમલા મુદ્દે પથ્થરમારાના વીડિયોના આધારે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આ સાથે ડીજે સંચાલકની પણ અટકાયત કરી છે. 13 જેટલા આરોપીઓની ઓળખ થઈ છે. 30 જેટલા લોકોએ પથ્થરમારો કર્યો હતો, 7 થી 8 આરોપીઓની રાઉન્ડ અપ કર્યા છે. અન્ય આરોપીઓની વીડિયો, CCTVના આધારે તપાસ ચાલી રહી છે. DJ બંધ કરાવતા ઉશ્કેલાયેલા ટોળાએ ગુલબાઈ ટેકરામાં બોલાચાલી બાદ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. વહેલી સવારથી પોલીસનું ગુલબાઈ ટેકરામાં પેટ્રોલિંગ કરી રહી છે. સવારથી ગુલબાઈ ટેકરામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા શખસો દ્વારા પોલીસ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જેને લઇને આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે પથ્થરમારો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં પોલીસે હાલ ધરપકડ કરાયેલા આરોપીઓ ધીરુ મકવાણા, દિલીપ ભાટી, સુરજ ભાટી, ગોપાલ રાઠોડ, દેવા ભાટી અને વિનોદ ભાટી એ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો હજી અન્ય આરોપીની તપાસ શરૂ કરી છે.
લગ્નના વરઘોડામાં મોટા અવાજથી ડીજે વગાડવામાં આવ્યું
લગ્નના વરઘોડામાં મોટા અવાજથી ડીજે વગાડવામાં આવી રહ્યું હતું. ઘોઘાટને કારણે સ્થાનિક જાગૃત નાગરિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. જેથી પોલીસ ડીજે બંધ કરાવવા માટે આવી હતી. શરૂઆતમાં પોલીસે ડીજે બંધ કરાવવા જાનૈયાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જાનૈયા ડીજે બંધ કરવા માટે તૈયાર થયા નહોતા. તેથી બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલા ચાલી થઈ હતી. કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
પોલીસ પર પથ્થર મારો થતા સમગ્ર વિસ્તારોમાં દોડધામ મચી
પોલીસ પર પથ્થર મારો થતા સમગ્ર વિસ્તારોમાં દોડધામ મચી ગઇ હતી જો કે પોલીસે હાલ અન્ય આરોપીઓની તપાસ શરૂ કરી છે નોંધનીય છે કે પોલીસ પર અવારનવાર વાંરવાર હુમલા થાઇ રહ્યા છે જેમાં વધુ એક વાર પ્રજાના રક્ષક સામે અજણાયા લોકોએ હુમલો કર્યો હતો સમાજમાં આવા વાંરવાર થતા હુમલા અટકવવા માટે અને સમાજમાં લોકોમાં દાખલો બેસે તે મુજબની કાર્યવાહી કરવી જોઈએ...













