રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ યથાવત છે. આરોગ્ય વિભાગ દ્વારા છ જેટલી જગ્યાએ ચેકિંગ હાથ ધકવામાં આવ્યું હતું. રૈયા રોડ, કોઠારીયા સહિતના ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ વિભાગે કપાસિયા, સિંગતેલ સહિત તેલના નમૂના લીધા છે.
રાજ્ય સરકારના ફૂડ વિભાગ દ્વારા હાલ ફૂડ સેફટી પખવાડીયાની ઉજવણી થઇ રહી છે. ત્યારે વિભાગ દ્વારા મીઠાઇ બાદ હવે ખાદ્ય તેલના નમૂના લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્ટોર અને દુકાનો, માર્કેટ યાર્ડમાંથી સીંગતેલ, કપાસીયા તેલ, તલનું તેલ, રાયડા સહિત 15 તેલના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, નવી મગફળીની આવક બાદ હવે તેલની સિઝન શરૂ થવાની છે.













