અમદાવાદમાં ગાંજા અને મેફેડ્રોન બાદ ચરસ ઝડપાયું છે.સરસપુર વિસ્તારમાંથી આ ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે.1.70 લાખનું 1.138 ગ્રામ ચરસ ઝડપવામાં આવ્યું છે.ક્રાઈમ બ્રાન્ચે રઈશ કુરેશી અને વસીમ કીદવઈ નામના આરોપીઓને ઝડપ્યા છે.આરોપી પાસેથી વાહન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથધરી છે.
સરસપુરમાંથી ઝડપાયું ચરસ
અમદાવાદના સરસપુરમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચરસ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે,આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે,સાથે સાથે ચરસ આપવા આવનાર સલમાન નામનો આરોપી ફરાર થયો છે,તેને શોધવા પોલીસ તપાસ હાથધરી છે.આ ડ્રગ્સનો ધંધો જે પકડાયેલા આરોપીઓ છે તે કરતા હતા કે તે પણ કોઈ પાસેથી ચરસ લાવી કોઈને સપ્લાય કરતા હતા તેને લઈ ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે.
12 સપ્ટેમ્બર 2024ના રોજ ક્રાઈમબ્રાન્ચે ઝડપ્યું ડ્રગ્સ
ગુજરાતમાં કંઈ પણ રીતે એમડી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ ડ્રગ્સ ઘુસે તે પહેલા જ પોલીસ આરોપીઓને ઝડપી લેતી હોય છે,આવી જ એક ઘટના આજે બની છે.જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ ભંગાર ભરેલી ગાડીમાં ડ્રગ્સ સપ્યાલ કરતા હતા,આ ડ્રગ્સ જયપુર-રતલામ રૂટ પરથી અમદાવાદ ઘુસાડવામાં આવ્યું હતુ,પરંતુ ડ્રગ્સ કોઈના સુધી પહોંચે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
06-09-2024ના રોજ 200 કિલો ડ્રગ્સ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી.200 કિલો ડ્રગ્સ સાથે જીઆઈડીસી વિસ્તારમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી,આ જથ્થો ટ્રકમાં આવી રહ્યો હતો અને પોલીસને બાતમી મળતા ટીમ કામે લાગી ગઈ હતી,પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી હતી,અગામી સમયમાં આ ડ્રગ્સ કોને આપવાનું હતું તેને લઈને પણ ખુલાસા થઈ શકે છે.
10-08-2024ના રોજ પણ ઝડપ્યું ડ્રગ્સ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજની એમજે લાયબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી,આરોપીઓ પાસેથી 143.330 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતુ જેની બજાર કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થાય છે.પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા.
11-08-2024ના રોજ પોસ્ટ ઓફિસમાંથી ઝડપ્યું ડ્રગ્સ
અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના 37 પાર્સલ જપ્ત કર્યા હતા,અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા જે દેશના અલગ-અલગ જિલ્લામાં જવાના હતા પરંતુ તે પહેલા જ અમદાવાદની સાયબર ક્રાઈમે તેને ઝડપી પાડયા છે,આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.













