મહીસાગરમાંથી પોલીસે શંકાસ્પદ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી ચાર આરોપીઓને ઝડપ્યા છે.આ આરોપીઓ મધ્યપ્રદેશની હદમાંથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું કામ કરતા હતા પોલીસે ચાર આરોપીઓ પાસેથી 5 લાખનો મુદ્દામાલ ઝડપી વધુ કાર્યવાહી હાથધરી છે.મહીસાગરના વાંકાનાડા પાસેથી શંકાસ્પદ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
એમડી ડ્રગ્સ ઝડપાયું
મહીસાગરમાંથી પોલીસે શંકાસ્પદ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે,આરોપી પાસેથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપી વધુ કાર્યવાહી હાથધરી છે,આ ડ્રગ્સ મહીસાગરમાં કોઈને આપવાનું હતુ કે આરોપીઓ જ આ ડ્રગ્સનું વેચાણ કરતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.આરોપીઓ બાય રોડ ડ્રગ્સ લાવાનું કામ કરતા હતા.પોલીસની તપાસમાં હજી સામે આવ્યું નથી કે આરોપીઓ અગાઉ પણ ડ્રગ્સનો ધંધો કરતા હતા કે,પોલીસે આરોપીઓના ગુનાહીત ઈતિહાસ તપાસવાની કામગીરી આરંભી છે.
ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયો ગાંજો
સુરતના ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાંથી આ ગાંજો ઝડપાયો હોવાની વાત સામે આવી છે.નાની નરોલી ગામેથી ગાંજો ઝડપીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે,આ ગાંજો કોને આપવાનો છે તેને લઈ અનેક ખુલાસાઓ થઈ શકે છે,હવે ગુજરાતમાં નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેમાં ટ્રક અને કન્ટેનરમાં આ ગાંજાનો જથ્થો મંગાવાવમાં આવી રહ્યો છે.આ ગાંજાના જથ્થો પહેલા એક જગ્યાએ આવી જાય અને ત્યાંથી અલગ-અલગ લોકોને ગાંજો સપ્લાય થતી હોવાની વાત સામે આવી છે.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.