BZ ગ્રૂપ કૌભાંડમાં CID ક્રાઈમને વધુ એક સફળતા મળી. કૌભાંડ કિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ કરોડોના કૌભાંડનો હિસાબ રાખનાર નરેશને CIDએ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં 6000 કરોડનું કૌભાંડ કરનાર ભેજાબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો. ઝાલાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.દરમ્યાન CID ક્રાઈમ આ કૌભાંડમાં અત્યાર સુધી કરેલ તપાસનો રિપોર્ટ કોર્ટને સોંપાશે. BZ ગ્રૂપ સ્કેમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ડિસેમ્બર મહિનાના અંતમાં ધરપકડ કરવામાં આવી. BZ ગ્રૂપ સ્કેમનો પર્દાફાશ થયા બાદ સામાન્ય એજન્ટથી લઈને અધિકારીઓ શંકાના દાયરામાં છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કૌભાંડ પર કૌભાંડના ઘટસ્ફોટ થઈ રહ્યા છે.ખ્યાતિ કાંડ, નકલી ડોક્ટરના નામે થતો વેપાર અને એક કા ડબલ કરવાની લાલચમાં ફસાયેલા શિક્ષકો અને અધિકારીઓ પર તવાઈ આવી છે. BZ ગ્રુપ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ભેજાબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલા લાંબા સમયથી ફરાર હતો. કૌભાંડીને પકડવા CID ક્રાઈમે પોતાની તમામ શક્તિ લગાવી દઈ આકાશ-પાતાળ એક કર્યા. CID એ કૌભાંડમાં તપાસનો ધમધમાટનો દોર શરૂ કરતાં કોઈને પણ ના બક્ષતા સંડોવાયેલા તમામ ઇસમો પર કાર્યવાહી કરી. ઝાલાની ઓફિસના પ્યુન બોયથી લઈને મોટા અધિકારી સુધી પગેરું નીકળવા છતાં પણ CID ફરાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવામાં સફળ રહી. કૌભાંડમાં ઝાલાની મંગેતર જ પોલીસ સેવામાં સામેલ હોવાનો પણ ઘટસ્ફોટ થયો.













