દૂધાળા પશુઓની સંભાળ સારી રીતે રાખવી જોઈએ. ખાસ કરીને દૂધ દોહતા સમયે કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ. કારણ કે એવી ઘણી બાબતો છે, જેનું દૂધ દોહતી વખતે ધ્યાન ન રાખવામાં આવે તો દૂધ ઉત્પાદન પર તેની નકારાત્મક અસર પડે છે. જેથી પશુપાલકને નુકસાન થાય છે. દૂધ દોહતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? એ અંગે પશુ ચિકિત્સકોની સલાહ પણ જરૂરી છે.
દૂધાળા પશુઓ પાસેથી દૂધ દોહતા સમયે સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. દૂધ દોહતા પહેલા હાથોને સારી રીતે સાબુથી ધોવા જોઈએ. દૂધ દોહવાના વાસણ પણ સ્વચ્છ અને ઉકાળેલા પાણીથી ધોયેલા હોવા જોઈએ. જે જગ્યા પર દૂધ દોહવામાં આવે છે, ત્યાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવી જરૂરી છે. દૂધ દોહતા પહેલા પશુને શાંત રાખવું જોઈએ. પશુના આંચળને ગરમ પાણીથી ધોઈને સ્વચ્છ કરવા જોઈએ.












