દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે પશુધન વીમા સહાય યોજના અંતર્ગત રુ.100માં ગાય અને ભેંસનો વીમો ઊતરાવી શકાશે. પશુપાલકોનું રૂ.100થી ઉપરનું પ્રીમિયમ સરકાર ચૂકવશે. પશુના આકસ્મિક મોતમાં રુ.40 હજાર સુધીની રકમ મળશે.
દક્ષિણ ગુજરાત પશુપાલકો ફક્ત 100 રૂપિયામાં ગાય અને ભેંસનો વીમો ઊતરાવી શકશે, જેમાં પશુધન વીમા સહાય યોજના અંતર્ગત ૧૦૦ રૂપિયાથી ઉપરનું પ્રીમિયમ સરકાર ચૂકવશે. ગાય-ભેંસના આકસ્મિક મોતના કિસ્સામાં પશુપાલકોને 40,000 રૂપિયા સુધી મળશે. દક્ષિણ ગુજરાતમાં પશુનો મૃતાંક દર સરેરાશ 7થી 10 ટકા છે. સુરત-તાપીના 6,00,000 પશુ પૈકી માત્ર 30,000 પશુનો જ વીમો છે. પશુવીમા માટે ICICI બેંક સાથે રાજ્ય સરકારનો કરાર કરવામાં આવ્યા છે.













