હાલમાં ચોમાસાની સિઝન ખેંચાય તેવા સંજોગો છે. અલનીનોને કારણે વરસાદ ખેંચાઈ શકે છે. પરંતુ વાવણી થાય ત્યારે ખરીફ કઠોળ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન માટે લેવાના પગલાંની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી.રોગમુક્ત છોડ પરથી એકઠા કરેલ દાણાનો બિયારણ તરીકે ઉપયોગ કરવો.વિષાણુંથી થતી પાનની કરચલી રોગના નિયંત્રણ માટે બિયારણને વાવતા પહેલાં 55 સેં ગ્રે.ગરમ પાણીમાં 30 મીનીટ રાખવા ત્યારબાદ ઉપયોગમાં લેવા. મગ, મઠ, અડદ જેવાં પાકોમાં મેક્રોફેમિના બ્લાઇટ રોગના નિયંત્રણ માટે ધાન્ય પાકોની સાથે ફેરબદલી કરવી. બીજને વાવતા પહેલાં થાયરમ, કાર્બેન્ડેઝીમ અથવા મેન્કોઝેબ જેવી ફૂગનાશકોનો 2 થી 3 ગ્રામ/કિલો બીજ દીઠ પટ આપીને વાવણી કરવી.
15 મીનીટ બોળી રાખીને ત્યારબાદ વાવણી કરવી
જીવાણુંથી થતા પાનના ટપકાનો રોગના નિયંત્રણ માટે બીજને સ્ટ્રેપ્ટોસાયક્લીન 250 પીપીએમ દ્રાવણમાં 15 મીનીટ બોળી રાખીને ત્યારબાદ વાવણી કરવી. મોલો, સફેદમાખી,તડતડીયાં અને થ્રિપ્સના નિયંત્રણ માટે બીજને જંતુનાશક દવાઓ જેવી કે, ઇમિડાક્લોપ્રિડ 70 ડબ્લ્યુએસ 7.5 ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ 600 એફએસ 10 મિ.લી. અથવા થાયામેથોક્ઝામ 70 ડબ્લ્યુએસ 2.8 ગ્રામ અથવા થાયામેથોક્ઝામ 35 એફએસ 10 મિ.લી પ્રતિ કિલો પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવું.










