પશુઓ માટે સેક્સ સોર્ટેડ સિમેનનો લાભ લેવા પશુપાલકોને રાજ્યપાલની સલાહ અને ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના દેથલી ગામની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેથલી દૂધ ઉત્પાદક મંડળીની મુલાકાત લઈ દૂધ ઉત્પાદકો અને પશુપાલકો સાથે મહત્વપૂર્ણ સંવાદ કર્યો હતો.
પશુપાલકોને પશુઓ માટે સેક્સ સોર્ટેડ સિમેનનો લાભ લેવા રાજ્યપાલે જણાવ્યું
રાજ્યપાલે દૂધ મંડળીની કામગીરી, માસિક આવક, દૂધના ભાવ, ગુણવત્તા, ફેટનું પ્રમાણ, કુલ માત્રા અને દૂધના માર્કેટ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. તેમણે દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે વાત કરી પશુપાલનના વ્યવસાય પર માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ ખાસ કરીને સેકસ શોર્ટેડ સીમેન, બીજદાન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ પશુઓનો દૂધ ઉત્પાદન વ્યવસાયમાં ઉપયોગ કરવાના લાભ જણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે સેકસ શોર્ટેડ સીમેન બીજદાન પદ્ધતિથી પશુઓની દૂધ ઉત્પાદક ક્ષમતા વધે છે. જેનાથી દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થાય છે. સૌ પશુપાલકોને પશુઓ માટે સેક્સ સોર્ટેડ સિમેનનો લાભ લેવા રાજ્યપાલે જણાવ્યું હતું.













