આ હરરાજી દ્વારા ઉકરડો/દેશી છાણીયું ખાતર તેમજ ઘન કચરો જેમ કે પ્લાસ્ટિક, કાગળ અને અન્ય પુનઃઉપયોગી સામગ્રીનો નિકાલ કરવામાં આવશે. પાત્ર અને રસ ધરાવતાં વ્યક્તિઓ અથવા સંસ્થાઓ આ જાહેર હરરાજીમાં ભાગ લઈ શકે છે. જાહેર હરરાજી તારીખ ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે પાણી પુરવઠાના સંપ, બરવાળા–બોટાદ હાઇવે પર સ્થિત મુ.ખાંભડા તાલુકો બરવાળા, જિલ્લો બોટાદ ખાતે યોજાશે.
હરરાજી માટેનો અંદાજિત જથ્થો અંદાજે 160 મેટ્રિક ટનનો છે
જેમાં પરિસ્થિતિ અનુસાર વધારો અથવા ઘટાડો શક્ય છે. હરરાજી "જેવું છે તેવી સ્થિતિમાં" કરવામાં આવશે. અપસેટ કિંમત રૂપિયા ૫૦,૦૦૦ નક્કી કરવામાં આવી છે અને બોલી રૂપિયા ૧૦૦૦ના ગુણાંકમાં બોલવાની રહેશે. સર્વોચ્ચ બોલી ધરાવનારને સફળ જાહેર કરવામાં આવશે, જો કે સક્ષમ સત્તાધિકારીને કોઈપણ કારણસર હરરાજી રદ કરવાનો અથવા સ્વીકાર ન કરવાનો સંપૂર્ણ અધિકાર રહેશે.













