દાંતીવાડા જળાશય યોજનાના સર્વે બાગાયતદારોને જણાવવામાં આવે છે કે, સને ૨૦૨૫- ૨૬ની રવિ સીઝન માટે જળાશયમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાને લઈ પાંચ પાણ સાથે કુલ ૧૮,૦૦૦ હેકટર વિસ્તારમાં સિંચાઈનું આયોજન કરવામાં આવ્યું છે.
બાગાયતદારોને પાણી મેળવવા માટે નિયત નમૂના ફોર્મ
પાણી લેવાની ઇચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના બાગાયતદારોને પાણી મેળવવા માટે નિયત નમૂના ફોર્મ- ૭માં જરૂરી વિગતો દર્શાવી અરજી કરવાની રહેશે. અગાઉ આ અરજી કરવાની અંતિમ તારીખ તા. ૩૧/૧૨/૨૦૨૫ નક્કી કરવામાં આવી હતી. પરંતુ સિંચાઈ માટે અરજીઓની સંખ્યા ઓછી આવવાથી તથા પેટા વિભાગ કચેરીઓ તરફથી મુદત લંબાવવા માંગણી થવાથી અરજી કરવાની મુદત હવે તા. ૨૦/૦૧/૨૦૨૬ સુધી લંબાવવામાં આવે છે. બાગાયતદારોએ પોતાની અરજી સંબંધિત વિસ્તારના સેકશનલ ઓફિસર/કારકુનને રૂબરૂમાં તા. ૨૦/૦૧/૨૦૨૬ સુધીમાં પહોંચાડવાની રહેશે.













