નગરપાલિકાઓને ‘‘વાયર ફ્રી સીટી’’ માં રૂપાંતરિત કરવામાં આવશે
ડીસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રકચર શિફટીંગ યોજના (DISS) અંતર્ગત રસ્તાઓના વિસ્તૃતિકરણ વખતે અડચણરૂપ બનતા વીજ માળખાને ખસેડવા / બદલવા માટે ૨૦૨૬-૨૭ માં રૂ. ૧૨૫ કરોડની જોગવાઈ છે. વર્ષ ૨૦૨૫-૨૬ માં ૫૮૦.૮૬ કિ.મી. HT લાઈન અને ૩૨૩.૧૪ કિ.મી. LT લાઈનનું શિફ્ટિંગ કરાયું છે. ગુજરાત વાયર ફ્રી સીટી મિશન અંતર્ગત રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ લાઈન જેવી કે ૬૬ KV, ૧૧ KV તથા LT લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવા, શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠાની વિશ્વસનીયતા અને ગુણવત્તામાં સુધારો કરવા તેમજ જાહેર સલામતી અને શહેરોની સુંદરતામાં વધારો કરવા તથા રાજ્યને કોમનવેલ્થ અને ઓલમ્પિક રેડી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જે અંતર્ગત, તબક્કાવાર તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ‘‘વાયર ફ્રી સીટી’’ માં રૂપાંતરિત કરવામાં આવશે. રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા આ મિશન હેઠળ રૂ. ૫૦૦ કરોડની માતબર જોગવાઈ નવી બાબત તરીકે કરવામાં આવી છે
રાજ્યના સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ઓવરહેડ વિતરણ નેટવર્ક
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સરહદી વિસ્તારમાં હયાત ઓવરહેડ લાઈનના માળખાને સ્થાને ૧૧ કેવી XLPE (ક્રોસ લીંક્ડ પોલી ઈથીલીન) કેબલ નેટવર્કના ઉપયોગથી PGVCL માં ૫૮ બોર્ડર આઉટ પોસ્ટ (BOP)ને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવા માટે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રાજ્યના સર્વાંગી વિકાસ માટે વિકસિત ગુજરાત ફંડ હેઠળ ₹ ૧૦૦ કરોડની નવી બાબત તરીકે જોગવાઈ કરાઇ છે.આ અંતર્ગત ભુજ અને અંજાર સર્કલ હેઠળના ખાવડા, દયાપર અને બાલાસર સબ-ડિવિઝનમાં ૩૨૨.૭૮ CKM (સર્કિટ કિલો મીટર) નું વીજ નેટવર્ક સ્થાપિત કરવાનું આયોજન છે. જેનાથી વરસાદ અને ચક્રવાત જેવા પ્રતિકૂળ વાતાવરણની પરિસ્થિતિમાં પણ સરહદી વિસ્તારમાં અવિરતપણે વીજ પુરવઠો આપી શકાશે.
ગ્રીડ સોલાર વોટર પંપ માટે રૂ. 200 કરોડની જોગવાઈ
પી.એમ. કુસુમ (કોમ્પોનન્ટ –બી) યોજના –સ્ટેન્ડ એલોન ઓફ ગ્રીડ સોલાર વોટર પંપ માટે રૂ. 200 કરોડની જોગવાઈ કરવામાં આવી. રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ (RDSS) અંતર્ગત ડિસ્ટ્રીબ્યુશન ઈન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત કામગીરી કરવા માટે રૂ. ૫૩૯.૭૯ કરોડની નાણાંકીય જોગવાઇ કરવામાં આવી છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કૃષિ પાવર નેટવર્કના વીજ વિતરણ લોસ ઘટાડવા, વારંવાર હવામાન પ્રેરીત વિક્ષેપો ઘટાડવા અને લાંબા કૃષિ ફીડરના વિભાજન દ્વારા ગ્રાહકોને પર્યાપ્ત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સર્જન (SARjAN-સ્કીમ ફોર ઓગમેન્ટેશન એન્ડ રીજ્યુઅનેશન ઓફ એગ્રીકલ્ચરલ નેટવર્ક) યોજનાની જાહેરાત કરાઇ છે જે માટે રૂ. ૨૫ કરોડની નવી બાબત તરીકે જોગવાઈ કરાઈ છે. વિકસિત ગુજરાત @ ૨૦૪૭ તરફ આગેકદમ કરીને આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારી સરકારે સ્પષ્ટ અને વિઝનરી લક્ષ્યાંકો નક્કી કર્યા છે.
વર્ષ ૨૦૩૦નો દ્રઢ સંકલ્પ : ગ્રીન એનર્જીમાં દેશનું નેતૃત્વ
વર્ષ ૨૦૩૦ સુધીમાં ગુજરાતને ૧૦૦ ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાની સ્થાપિત ક્ષમતા સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે જે દેશની કુલ સ્થાપિત ક્ષમતાના ૨૦ ટકા હશે. માળખાકીય સુવિધા વધારવા ૯૦૦ નવા સબ સ્ટેશન સ્થાપિત કરીશું અને ૫૦,૦૦૦ સર્કીટ કિમી નવી ટ્રાન્સમીશન લાઈન ઉમેરાશે. રાજ્યની ગ્રીડમાં ૬૫ ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઈન્ટીગ્રેશન કરવામાં આવશે અને વર્ષ ૨૦૨૯-૩૦ માં આપણો અંદાજીત રિન્યુએબલ પાવર વપરાશ ૭૭,૦૦૦ મિલિયન યુનિટ થશે. દરિયાઈ પવનોનો ઉપયોગ કરવા કેન્દ્ર સરકારના પરામર્શમાં ૫૦૦ મેગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી કેપેસીટી સ્થાપિત કરાશે. આ ઉપરાંત ઊર્જા સુરક્ષા માટે ૧૧ ગીગાવોટ અને ૫૫ GWh એનર્જી સ્ટોરેજ સ્થાપિત ક્ષમતા ઊભી કરાશે.
વર્ષ ૨૦૩૫ (રાજ્યની ૭૫મી વર્ષગાંઠ): ગ્લોબલ હબ તરફની ઐતિહાસિક ઉડાન
વર્ષ ૨૦૩૫ સુધીમાં ગુજરાત અંદાજીત ૮૫ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઈન્ટીગ્રેશન હાંસલ કરશે અને અંદાજીત રિન્યુએબલ પાવર વપરાશ ૧,૨૧,૦૦૦ મિલિયન યુનિટ સુધી પહોંચી જશે. ભવિષ્યના ઇંધણ એવા ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ હબ બનાવતા ગુજરાત વાર્ષિક ૩ MMTPA (મિલિયન મેટ્રીક ટન પર એનમ) ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે. અવિરત ઊર્જા પૂરી પાડવા માટે ૭૫ પમ્પ સ્ટોરેજ યુનિટની સ્થાપના કરાશે. જેના થકી ૭૫ GWh એનર્જીનું સ્ટોરેજ થશે. પરંપરાગત સ્રોતોથી આગળ વધીને અમે જીયો થર્મલ, ટાઈડલ એનર્જી અને ન્યુકલીયર એનેર્જી જેવી નવી અને ક્લીન ટેકનોલોજીને પણ વ્યાપક પ્રોત્સાહન અપાશે.
મંત્રીએ અનુદાનોની મૂકેલી માગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી
વર્ષ ૨૦૪૭ (દેશની આઝાદીના ૧૦૦ વર્ષ) : મંત્રીએ જણાવ્યું કે, અમૃતકાળનું ઝળહળતું ગુજરાત જ્યારે આપણો દેશ આઝાદીની ભવ્ય શતાબ્દી ઉજવી રહ્યો હશે, ત્યારે વર્ષ ૨૦૪૭ માં આપણું રિન્યુએબલ એનર્જી ઈન્ટીગ્રેશન ૧૮૭ ગીગાવોટના જંગી આંકડાને આંબી જશે. કેન્દ્ર સરકારના પરામર્શમાં રહીને આપણે ૧૦,૦૦૦ મેગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી કેપેસીટી સ્થાપિત કરાશે રાજ્યભરમાં ૧૦૦ જેટલા પમ્પ સ્ટોરેજ યુનિટની સ્થાપના કરીને રાજ્યની ઊર્જા સુરક્ષાને કાયમી અને અતૂટ બનશે. મંત્રીએ અનુદાનોની મૂકેલી માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.
ગ્રાહકોમાં ઐતિહાસિક વૃદ્ધિ
વર્ષ ૨૦૦૧ માં અંદાજે કુલ ૭૧ લાખ વીજ કનેક્શનની સામે વર્ષ ૨૦૨૫માં અંદાજે કુલ ૧.૮૪ કરોડથી વધુ વીજ કનેક્શન થયા છે. વર્ષ ૨૦૦૧માં કુલ વીજ વપરાશ લગભગ ૩૧,૯૬૦ મિલિયન યુનિટ હતો. જે વર્ષ ૨૦૨૫માં અંદાજે કુલ ૧,૧૪,૦૧૩ મિલિયન યુનિટથી વધુ થયો છે. રહેણાંક ક્ષેત્રમાં ૫૫ લાખથી વધીને ૧.૩૫ કરોડ વીજ કનેક્શન થયા છે અને વપરાશમાં પાંચ ગણો વધારો થયો છે. વાણિજ્ય ક્ષેત્રે (કોમર્શીયલ કેટેગરી) પણ ૮ લાખથી વધીને ૧૯ લાખ વીજ કનેક્શન થયા છે અને વપરાશમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. કૃષિ ક્ષેત્રે ૫.૮ લાખથી વધીને ૨૧ લાખથી વધુ વીજ કનેક્શન થયા છે, જે આપણા ખેડૂતોને વધુ વીજળી ઉપલબ્ધ થવાનું દર્શાવે છે. ઉદ્યોગ ક્ષેત્રે, ખાસ કરીને હાઈ ટેન્શન વીજ વપરાશ ધરાવતા ઉદ્યોગોમાં, ૪,૬૦૦ થી વધીને ૨૫,૦૦૦થી વધુ વીજ કનેક્શન થયા છે અને વપરાશ ૬,૧૯૫ મીલિયન યુનિટથી વધીને ૫૨,૪૧૦ મિલિયન યુનિટનો ધરખમ વધારો થયો છે. છેલ્લા ૨૫ વર્ષમાં ૧ કરોડથી વધુ નવા પરિવારો, દુકાનો અને કારખાનાઓને વીજળીના જોડાણ આપીને તેમના જીવનમાં સમૃદ્ધિનો ઉજાસ પાથર્યો છે.
21 લાખથી વધુ ખેડૂતોને વીજળી સાથે જોડીને કૃષિ ક્રાંતિને વેગ આપ્યો છે
વર્ષ ૨૦૦૧મા ગુજરાતની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા માત્ર ૧૬૫ MW હતી જે આજે તેમાં ૨૬૬ ગણો વધારો થઇને ૪૩,૯૯૭ MW થઈ ગઈ છે, જે આપણી કુલ સ્થાપિત ઊર્જા ક્ષમતાના આશરે ૬૩ % સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે
પવન ઊર્જા (Wind)
૧૬૫ MW થી ૯૦ ગણો વધારો કરીને ૧૪,૮૫૫ MW સાથે પવન ઊર્જામાં દેશમાં પ્રથમ ક્રમે છે.
સૌર ઊર્જા (Solar)
વર્ષ ૨૦૦૧માં શૂન્ય ક્ષમતાથી શરૂઆત કરીને આજે ગુજરાત ૨૬,૯૦૯ MW સાથે દેશમાં બીજા ક્રમે છે
ખાવડાનો વિશ્વવિક્રમ
કચ્છના ખાવડા ખાતે ૩૭,૩૫૦ મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. હાલમાં, આ રીન્યુએબલ પાર્કમાંથી ૧૩,૦૦૦ મેગા વોટના પ્લાન્ટ કાર્યરત થઈ ગયો છે.
રીન્યુએબલ એનર્જી પાર્ક (RE PARK)
ચારણકા : ૭૪૯ મેગા વોટ
રાઘાનેશડા : ૭૦૦ મેગા વોટ
ધોલેરા : ૩૦૦ મેગા વોટ કાર્યરત છે.
રુફટોપ સોલાર
આજે ૧૧.૪૪ લાખથી વધુ ઘરો પર રુફટોપ સોલાર (કુલ ૬.૫ GW+ ક્ષમતા) લગાવીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
આ પણ વાંચો : Dahod News : દાહોદમાં ખાનગી બસનું ટાયર ફાટતા બસે મારી પલટી, 29 મુસાફર ઈજાગ્રસ્ત થતા મચી દોડધામ