પશુપાલન વિભાગ દ્વારા આ કામગીરી સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવશે. આ વખતે રસીકરણની પ્રક્રિયાને વધુ પારદર્શક અને ડિજિટલ બનાવવા માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત પશુપાલકે રસીકરણ સમયે પોતાના મોબાઈલ પર આવતો OTP કર્મચારીને આપવાનો રહેશે.


રસીકરણમાં ક્ષતિ રહેવાની શક્યતા નહિવત્ થશે

આ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લામાં કુલ ૧૨૦ કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે. જેમાં પશુધન નિરીક્ષકો, મૈત્રી વર્કરો અને ડેરીના બીજદાન કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ પશુપાલકોના ઘરે જઈને તેમની નજર સામે જ પશુઓની વિગતો NDLM (નેશનલ ડિજિટલ લાઈવસ્ટોક મિશન) પોર્ટલ પર અપડેટ કરશે. રસીકરણનું ડિજિટલ રેકોર્ડ જળવાય તે હેતુથી આધાર બેઈઝડ OTP દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. આ પ્રક્રિયાથી રસીકરણમાં ક્ષતિ રહેવાની શક્યતા નહિવત્ થશે અને સાચો ડેટા સરકાર સુધી પહોંચશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન દેખરેખ અને માર્ગદર્શન અપાશે

સમગ્ર રસીકરણ કામગીરી પર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બનેલી કમિટી સીધું સુપરવિઝન કરશે. જિલ્લા કક્ષાએ નાયબ પશુપાલન નિયામક દ્વારા તેમજ તાલુકા કક્ષાએ તાલુકા લાયઝન અધિકારી અને તાલુકા નોડલ અધિકારી સહ પશુ ચિકિત્સા અધિકારી દ્વારા કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. પશુપાલન વિભાગે જિલ્લાના તમામ પશુપાલકોને વિનંતી કરી છે કે તેઓ પોતાના પશુધનને સુરક્ષિત કરવા માટે આ રસીકરણ અભિયાનમાં સહયોગ આપે અને કર્મચારીને જરૂરી વિગતો પૂરી પાડે.


આ પણ વાંચો : Agriculture News : સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતદારો માટે યોજનાકીય બિલો અપલોડ કરવાની 28 ફેબ્રુઆરી અંતિમ તારીખ



  • Follow us on: