• અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠક દીઠ નિમણૂક
  • સિનીયર નેતાઓની પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી
  • પ્રેદશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે માર્ગદર્શન આપ્યું હતું

લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે તૈયારી હાથ ધરી છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરની ૧૬ વિધાનસભા બેઠક દીઠ સિનિયર નેતાઓની પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે. જો કે નવાઈની વાત એ છે કે, માત્ર ૨ લોકસભા બેઠક માટે ૧૬ પ્રભારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. નવ નિયુક્ત પ્રભારી સાથે પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ અને અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ ગોહિલે બેઠક યોજીને માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતમાં 26માંથી 26 બેઠકો માટે જંગ

જેમાં અમદાવાદ શહેરની બેઠકો પર લોકસભાની ચુંટણીમાં સકારાત્મક પરિણામો મેળવવા લાગી જવા માટે સૂચન કર્યું હતું અને આ તમામ પ્રભારીઓને પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને તેમના વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમ યોજવા માટે શહેર પ્રમુખે સૂચન કર્યું હતું. બીજી બાજુ ગુજરાતમાં હાલ 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાસે છે, ત્યારે કોંગ્રેસ આ વખતે એડીચોટીનું જોર લગાવી રહી છે.

ગુજરાતમાં કોંગ્રેસ એક્શનમાં, લોકસભાની 2 બેઠક માટે 16 વિધાનસભાના પ્રભારી નીમ્યા, જાણો કોણ કોણ છે લિસ્ટમાં?

અમદાવાદની લોકસભાની 2 બેઠક માટે કોંગ્રેસે તમામ 16 વિધાનસભાના પ્રભારી નીમ્યા

1. ઘાટલોડિયા વિધાનસભાના પ્રભારી તરીકે ભીખુભાઈ દવેની નિમણૂક

2. વેજલપુર વિધાનસભાના પ્રભારી તરીકે હિરેન પટેલની નિમણુક

3. વટવા વિધાનસભાના પ્રભારી તરીકે શૈલેષ સિંદેની નિમણુક

4. એલિસબ્રીજ વિધાનસભાના પ્રભારી તરીકે હેતા પરીખની નિમણૂક

5. નારણપુરા વિધાનસભાના પ્રભારી તરીકે દેવર્ષિ શાહની નિમણૂક

6. નિકોલ વિધાનસભાના પ્રભારી તરીકે દલસુખ પટેલની નિમણૂક

7. નરોડા વિધાનસભાના પ્રભારી તરીકે દિનેશ બ્રહ્મભટ્ટની નિમણૂક

8. ઠક્કરબાપા નગર વિધાનસભાના પ્રભારી તરીકે ધીરેન્દ્ર પાંડેયની નિમણૂક

9. બાપુનગર વિધાનસભાના પ્રભારી તરીકે ભાનુભાઇ કોઠિયાની નિમણૂક

10. અમરાઈવાડી વિધાનસભાના પ્રભારી તરીકે મંગળ સુરજકરની નિમણૂક

11. દરિયાપુર વિધાનસભાના પ્રભારી તરીકે અસગર ભાટી ની નિમણૂક

12. જમાલપુર વિધાનસભાના પ્રભારી તરીકે જુનેદ શેખની નિમણૂક

13. મણિનગર વિધાનસભાના પ્રભારી તરીકે બળદેવ દેસાઈની નિમણૂક

14. દાણીલીમડા વિધાનસભાના પ્રભારી તરીકે બિપીન બારોટની નિમણૂક

15. સાબરમતી વિધાનસભાના પ્રભારી તરીકે રમણલાલ પટેલની નિમણૂક

16. અસારવા વિધાનસભાના પ્રભારી તરીકે પંકજ સોલંકી ની નિમણૂક

નોંધનીય છે કે, કોંગ્રેસ પક્ષ તરફથી નિમાયેલા પ્રભારીઓની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ માર્ગદર્શન આપશે.

  • Follow us on: