અમદાવાદમાં સ્માર્ટકાર્ડ બનાવવાનું કહી ઠગાઇ આચરતા બે યુવકને ઝોન-2 એલસીબીએ ઝડપી પાડ્યા છે. રેલવે સ્ટેશનમાં જવા માટે કાર્ડ બનાવવાનું કહીને લોકોને ફસાવતા અને ATM કાર્ડ, મોબાઈલ મેળવી પૈસા ઉપાડી ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે.


અમદાવાદ રેલવે સ્ટેશન બહાર મુસાફરોને સ્માર્ટકાર્ડ બનાવવાનુ કહીને 2 શખ્સો લોકોને ફોસલાવીને ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે. LCBએ બાતમીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે આ શખ્સો લોકોને  સ્માર્ટકાર્ડ બનાવવાનું કહીને પોતાની વાતમાં ફસાવતા હતા અને ત્યાર બાદ Atm કાર્ડ- મોબાઈલ મેળવી પૈસા ઉપાડીને ઠગાઈ આચરતા હતા. આ આરોપીઓ મુસાફર બનીને અન્ય મુસાફરોને ટાર્ગેટ કરતા હતા. 

આ આરોપીઓએ અમદાવાદ, સુરત અને વાપીમાં આ પ્રકારની અનેક છેતરપિંડી આચરી છે. LCBએ સમગ્ર મામલે મહાવીર કુશવાહ અને જયંતિ પ્રજાપતિની ધરપકડ કરી છે. આ આરોપી રેલવે સ્ટેશન પર મુસાફર બની અન્ય મુસાફરોને ટાર્ગેટ કરીને સ્માર્ટ કાર્ડ બનાવવાનાં નામે ATM અને મોબાઈલ લઈને રફૂચક્કર થઇ જતા હતા. ઝોન 2 એલસીબીએ આરોપીઓને પકડીને સોનાની વીંટી, 32,500 રોકડ, 3 મોબાઈલ જપ્ત કર્યા છે. ઝોન 2 એલસીબીએ સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

  • Follow us on: