અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 8 વર્ષની બાળા સાથે પાડોશીએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે,બાળકીએ તેની માતાને ઈશારાના આધારે આખી ઘટનાનું વર્ણન કર્યુ અને તે વર્ણનના આધારે માતા સમજી ગઈ અને તેના પગ જમીન પરથી સરકી ગયા અને તેમણે પોલીસને આખી વાત વર્ણવી અને પોલીસે ગુનો નોંધ્યો.
અમદાવાદમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
અમદાવાદમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની વાત સામે આવી છે જેમાં આરોપીએ બાળકીને બિસ્કીટ આપવાની લાલચે ઘરે બોલાવી અને દુષ્કર્મ આચર્યુ હતુ બાળકીના માતા-પિતાએ પોલીસને જાણ કરી છે અને પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,બિસ્કીટ આપુ તેમ કહી આરોપી તેના ઘરે લઈ ગયો અને દુષ્કર્મ આચર્યુ હતુ તો પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે બાળકીનો કઢાવ્યો રીપોર્ટ
સમગ્ર ઘટનામાં પોલીસે બાળકીનો રીપોર્ટ કઢાવ્યો છે,અને સારવાર હેઠળ ખસેડી છે.ત્યારે બાળકીના માતા-પિતાનું તેમજ અન્ય લોકોના પણ નિવેદન નોંધવામા આવ્યા છે.આરોપી ઝડપાય તો અન્ય ખુલાસાઓ પણ થઈ શકે છે,અન્ય કોઈ બાળકી સાથે તેણે આવી રીતે દુષ્કર્મ તો નથી આચર્યુ ને.તો પોલીસે આસપાસના સીસીટીવી અને આરોપીના મોબાઈલ નંબરના આધારે પણ તપાસ કરી છે.