- રથયાત્રા દરમિયાન 3 ઈમરજન્સી કેસ નોંધાયા
- એક મહિલા અને 2 પુરૂષ સહિત 3 ઈમરજન્સી કેસ આવ્યા સામે
- ત્રણેયને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા ધામધૂમથી ઉજવાઈ રહી છે, તેની વચ્ચે રથયાત્રા દરમિયાન 3 ઈમરજન્સી કેસ સામે આવ્યા છે. રથયાત્રા દરમિયાન એક મહિલા અને 2 પુરૂષ સહિત 3 ઈમરજન્સી કેસ સામે આવ્યા છે. ત્રણેય લોકોની તબિયત અચાનક ખરાબ થતાં ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને હાલમાં ત્રણેયની હાલત સ્થિર હોવાની જાણકારી મળી છે.
આ સિવાય અમદાવાદની રથયાત્રામાં અત્યાર સુધીમાં ચાર લોકો બેભાન થઈ ઢળી પડયા હતા, 5થી વધુ બાળકો વિખૂટા પડયા છે, 4 એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો હતો. કાલુપુરમાં રથયાત્રા રૂટમાં ફરી એક એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો.













