મોહિત નિરંજન નામનો એક યુવક જે લલિતપુર ઉત્તર પ્રદેશથી સમગ્ર ભારતમાં એક મેસેજ સાથે સાયકલયાત્રા કરી રહ્યો છે. જેનો ઉદ્દેશ્ય માટી બચાવવાનો છે. 'માટી બચાવો'ના ઉદ્દેશ્ય સાથે મોહિત નિરંજન 19મા રાજ્ય ગુજરાતમાં પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મોહિત નિરંજને 16000 કિલોમીટરનું અંતર કાપી લીધું છે. અને કુલ 30,000 કિલોમીટર કાપવાનું લક્ષ્યાંક ધરાવે છે.
મોહિત નિરંજનની સંદેશ ન્યૂઝ સાથેની વાતચીત
સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં મોહિત નિરંજને જણાવ્યું કે, મારો મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે પ્રવાસના પહેલા તબક્કામાં હું શાળાઓ અને કોલેજોમાં કાર્યક્રમો કરતો હતો હવે પછી અમે એવા લોકોને મળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જે અમને પ્રભાવકો, સરકારી અધિકારીઓ, રાજકારણીઓ, એનજીઓ, વિવિધ સામાજિક સેવા ક્લબની મુલાકાત લઈ રહ્યા છે જે લાખોની સંખ્યામાં પહોંચવામાં મદદ કરી શકે. અને આ મેસેજ લોકો સુધી પહોંચી શકે.
https://www.instagram.com/reel/DFc1qs-PsbP/?igsh=bmI2dzduZ290bDY1
ભાવિ પેઢીને થશે નુકસાન
જો આપણે આપણી માટીને નહીં બચાવીએ તો આપણી ભાવિ પેઢીને નુકસાન થશે, ખાવા માટે તંદુરસ્ત ખોરાક નહીં રહે. આવનારી જનરેશનને ખૂબ તકલીફ પડશે. વાતાવરણમાં કાર્બન છોડતી માટી તાપમાનમાં વધારો અને આબોહવામાં ઝડપી ફેરફાર તરફ દોરી જાય છે. જમીન બચાવો ચળવળની વિનંતી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય ચિંતા માટે લોકોને એકસાથે લાવવાનો છે. અને નીતિ નિર્માતાઓ અને સરકારને ખેડૂતોને જૈવિક સામગ્રી વધારવા અને જમીનની ફળદ્રુપતા સુધારવામાં મદદ કરવા માટે ફરજિયાત નીતિઓમાં ફેરફાર લાવવા વિનંતી કરવાનો છે.
મોહિત નિરંજને આ યાત્રા 16મી નવેમ્બર, 2022થી શરુ કરી
મોહિત નિરંજને આ યાત્રા 16મી નવેમ્બર, 2022ના રોજ લલિતપુર ઉત્તર પ્રદેશથી શરૂ કરી હતી. મોહિતે યુપીથી કન્યાકુમારી, બંગાળનો માર્ગ, ઉત્તર પૂર્વ, સિક્કિમ, બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જયપુર, અજમેર સુધીનો આખો રસ્તો કવર કર્યો હતો.
મોહિત નિરંજનનું 19મું રાજ્ય છે ગુજરાત
સાયકલિંગ કરીને અત્યારે મોહિત નિરંજન ગુજરાત પહોંચ્યો છે. જે મોહિત નિરંજનનું 19મું રાજ્ય છે. મોહિત નિરંજને અમદાવાદને ખાસ આ મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે અપીલ કરી છે. આ રાઇડ કિલોમીટર અથવા સમયની નથી, માત્ર એક મેસેજ લોકો સુધી પહોંચાડવાની આ રાઇડ છે. જે મેસેજ છે 'SaveSoil'