પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં મુસાફરોની સુવિધાઓને વધારવા માટે મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં 'રેલ કોચ રેસ્ટોરન્ટ્સ' શરૂ કરવામાં આવશે. જેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે.


મળતી માહિતી મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં રેલ કોચ રેસ્ટોરાં બનાવવા જઈ રહ્યું છે. પશ્ચિમ રેલવેમાં ખાસ કરીને અમદાવાદ ડિવિઝનના પ્રવાસીઓની સુવિધાઓને વધારવા માટે મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં ‘રેલ કોચ રેસ્ટોરાં’ શરૂ કરવા જઈ રહ્યું છે. આ અનોખી સુવિધાઓમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે,” જે બિન ઉપયોગી ટ્રેન કોચને સ્ટાઇલિશ, વ્હીલ-માઉન્ટેડ રેસ્ટોરાં રૂપાંતરિત કરશે.”

પશ્વિમ રેલવે દ્વારા આગામી દિવસોમાં 6 સ્ટેશન પર બનશે રેલ કોચ રેસ્ટોરાં, જેમાં અમદાવાદના સાબરમતી અને આંબલી રોડ સહિત ગાંધીનગર, મહેસાણા, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર આ રેસ્ટોરાં બનાવવામાં આવશે.

  • આ રેલ કોચ રેસ્ટોરાં બનાવવા માટે બિનઉપયોગી કોચને સ્ટાઇલિશ વ્હીલ માઉન્ટેડ રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરવામાં આવશે.
  • આ રેલ કોચ રેસ્ટોરાંમાં મુસાફરોને વૈભવી, એસી કોચમાં ભોજનનો અનુભવ મળશે, જેમાં એટેચ કિચન સાથે મલ્ટીક્યુઝન મેનુની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
  • રેલવે કોચની અંદર સહિત બહાર પણ બાળકો માટે એક ફન ઝોન તૈયાર કરવામાં આવશે.
  • આ રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લી રહેશે જેમાં મુસાફરો સહિત શહેરના આસપાસના વિસ્તારોના રહેવાસીઓ પણ ભોજન અને નાસ્તાનો વિકલ્પ મળી રહેશે.

અમદાવાદ ડિવિઝનના અધિકારીના જણાવ્યાનુસાર આ પહેલનો ઉદ્દેશ પ્રવાસીઓને વૈભવી કોચમાં સ્વાદિષ્ટ ભોજનનો અનુભવ પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવશે. રેલવેના નવીન અભિગમના ભાગરૂપે જૂના કોચમાં અત્યાધુનિક ડિઝાઇન, એટેચ કિચનવાળી રેસ્ટોરાં હશે. રેલ કોચ રેસ્ટોરાંમાં ફૂડપ્રેમીઓને શ્રેષ્ઠ અનુભવ સુનિશ્ચિત કરાવનાર હશે. વધુમાં, સમગ્ર પર્યાવરણને અનુકૂળ વાતાવરણને વધારવા માટે બાળકો માટે એક ફન ઝોનનો પણ સમાવેશ કરવામાં આવશે. રેલ કોચ રેસ્ટોરાં ચોવીસ કલાક કાર્યરત રહેશે, જે પ્રવાસીઓ અને શહેરના આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ભોજન પૂરું પાડશે. આ ઉપરાંત, ટેક-અવે કાઉન્ટર્સ સુવિધા ઉમેરશે, જેનાથી મુસાફરો હરતા-ફરતાં ઝડપથી ઓર્ડર આપી શકશે.

  • Follow us on: