અમદાવાદમાં નહેરુનગર-માણેકબાગ રોડ પર ફાયરિંગની વધુ એક ઘટના સામે આવી છે. શાકભાજીની દુકાનમાં કૌટિંબિક બબાલમાં ફાયરિંગ કરી હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગની ઘટનામાં વેપારીને કાનના ભાગે ગોળી વગતા ઇજાગ્રસ્ત થયો હતો. DCP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.


નહેરુનગર પાસે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. નહેરુનગર ટાગોર પોલીસ ચોકીની બાજુમાં અજાણ્યા શખ્સે એક વ્યક્તિ પર ફાયરીંગ કર્યું છે. મળતી માહિતી મુજબ, મહાલક્ષ્મી શાકભાજી દુકાન ધરાવતા વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. એક્ટિવા પર આવેલા શખ્સે એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત વેપારીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો છે. કૌટુંબિક ઝઘડાની અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. એલીસબ્રિજ પોલીસ ધટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.

ફાયરિંગની ઘટનાની જાણ થતાં DCP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. જેમાં ક્યાં કારણોસર ફાયરિંગ કરાયું તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે, શહેરના નહેરુનગરના માણેકબાગ રોડ પર આઠ વાગ્યાની આસપાસમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું. 

  • Follow us on: