અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.. આરોપી પાસેથી હાથ બનાવટ ના ત્રણ ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે. મહત્વનું છે કે રાજકોટની ગમારા ગેંગના મુખ્ય આરોપી એ આ હથિયાર રાખવા આપ્યા હોવાનું સામે આવ્યું છે.. આ અગાઉ પણ આરોપી ત્રણ વખત એ જ ગેંગના હથિયારો સાથે ઝડપાયો હતો. ત્યારે હથિયાર સાથે આરોપી કયા ગુનાને અંજામ આપવા નું કાવતરું રચી રહ્યો હતો.. તે અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ ભરતપુર ટકો ભરવાડ છે. જેની ક્રાઈમ બ્રાન્ચે સરખેજના એલજે કોલેજ પાછળથી એક પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. સાથે જ આરોપી પાસેથી હાથ બનાવટના ઘાતક ત્રણ હથિયારો પણ મળી આવ્યા છે. ઝડપાયેલ આરોપી ભરત અગાઉ સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ અને હત્યાના પ્રયાસ તથા આનંદ નગરમાં પણ તલવાર સાથે ઝડપાયો હતો. હથિયાર અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે ભરત પાસે રહેલા હથિયારો રાજકોટની ગમારા ગેંગના મુખ્ય આરોપી મહેશ ગમારા એ આપ્યા હતા. જે મહેશ ગમારા ના હથિયારો ભરત તેની પાસે છુપાવીને રાખતો હતો. અને મહેશને જ્યારે જરૂર હોય ત્યારે આ હથિયારો તેની પાસે પહોંચાડતો હતો.

ભરત ભરવાડ ની ધરપકડ કરી મહેશ ગમારા ની તપાસ કરતા મહેશ ગમારા વિરુદ્ધ 30થી વધુ ગુના રાજકોટમાં નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ફાયરિંગ, દારૂ, જુગાર સહિતના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ઝડપાયેલા આરોપી ભરત ભરવાડ મહેશ ગમારા ને ગુરુ માનતો હોય ઘરમાં મહેશ નો ફોટો રાખી પૂજા પણ કરે છે. તો બીજી તરફ મહેશ ગમારા એ કુલ ત્રણ હથિયારો ભરતને રાખવા આપ્યા હતા.. જેમાંથી એક હથિયાર ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યું છે.. જે પહેલા સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરી હત્યાના પ્રયાસની કોશિશમાં હથિયાર કબ્જે કરી ભરતની ધરપકડ કરવામાં આવી હતી. અને આનંદ નગર વિસ્તારમાં તલવાર સાથે પણ તે ઝડપાયો હતો.

અત્યાર સાથે ઝડપાયેલ ભરત ભરવાડની ધરપકડ કરતા તેની પાસેથી મણીપુરનું પણ હથિયારનું એક લાઇસન્સ મળી આવ્યું છે. જે લાયસન્સ સાચું છે કે ખોટું તેની તપાસ શરૂ કરવામાં આવી છે... તો બીજી તરફ આ હથિયાર વડે કોઈના પર હુમલો કરવાનું કાવતરું રચાયું હતું કે કેમ,, અને હથિયાર સાથે ભરત કોને મળવા જવાનો હતો.. તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. થી આરોપીના રિમાન્ડ મેળવી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.

  • Follow us on: