ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલા આયુષમાન કાર્ડના સ્કેમને લઇને આજે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટ ચિરાગ રાજપૂતને મેટ્રો કોર્ટમાં આજે રજુ કરાયા હતા.. જ્યાં ક્રાઇમ બ્રાંચે ચિરાગ રાજપૂતના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જે બાદ મેટ્રો કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આમ 16 જાન્યુઆરી સુધી ચિરાગ રાજપૂત રિમાન્ડ પર રહેશે.
સરકારી વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી કે આરોપીએ આ યોજના અંતર્ગત કેટલા ક્લેઇમ મંજૂર કરાયા છે તેની વિગતો મેળવવાની બાકી છે.. સાથે જ તેની અન્ય કેટલી હોસ્પિટલો સાથે સાંઠ-ગાંઠ છે, તેની પણ પૂછપરછ કરવાની છે.













