નિકોલ, અમદાવાદ ખાતે ૯૨ વર્ષના છગનભાઈ શામજીભાઈ દેવાણી મ્રુત્યુ પામતા પરીવારજનો એ સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કીન બેંકનો સંપર્ક સાધતા સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદેવની ટીમે ઘરે જઇ મ્રુતકની ત્વચા લઇ સ્કીન ડોનેશન સ્વીકાર્યુ હતુ.આ સાથે સિવિલ હોસ્પિટલ સ્કીન બેંક ને મળેલુ આ સાતમુ અને ઘરેથી લેવામાં આવેલ બીજું સ્કીન દાન છે .રાજ્ય સરકાર સિવિલ હોસ્પિટલ ની સેવાઓ માં ઉતરોત્તર વધારો કરી રહી છે જેની સાથે સિવિલ હોસ્પિટલ નો સ્ટાફ પણ દર્દી ઓ ને ઉતમ સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ છે.
સ્કીન ડોનેશન વિશે એ બધું જે તમે જાણવા માંગો છે
કોની સ્કીન લઈ શકાય
૧) ઉંમર 18 વર્ષથી વધારે હોય
૨) મૃત્યુના ૬(છ) કલાકની અંદર લઈ શકાય
૩) ત્વચા દાન માટે વ્યક્તિએ સંકલ્પ કર્યો હોય
કોની સ્કીન ન લઈ શકાય
૧) મૃત્યુના ૬(છ) કલાક બાદ
૨) મૃત્યુ કોઈ ચેપથી, હિપેટાઇટિસ, HIV ઇન્ફેક્શનથી થયેલ હોય, ચામડીનું કેન્સર હોય
સિવિલ હોસ્પિટલમાં સ્કીન ડોનેશન કરવા ક્યાં સંપર્ક કરવો
સિવિલ હોસ્પિટલ, અમદાવાદના કિન બેંકનો નંબર
9428265875 છે. જે 24*7*965 દિવસ કાર્યરત છે.
ઉક્ત નંબર પર ફોન દ્વારા જાણ કરતા પ્લાસ્ટિક સર્જરી વિભાગની ટીમ અમદાવાદ કે ગાંધીનગર શહેરની કોઈપણ હોસ્પિટલ કે ઘરે સ્કીન લેવા આવશે.બ્રેઇન ડેડ કે કુદરતી રીતે મૃત્યુ પામેલ વ્યક્તિની ત્વચા લઈ શકાય છે.ત્વચા તેમજ પગના પાછળના ભાગ પરથી લેવામાં આવે છે. ત્વચાનું પડ જ લેવામાં આવે છે. શરીરમાંથી લોહી નીકળતું નથી કે શરીર બેડોળ થતું નથી. ત્વચા લીધા બાદ તે ભાગ પર ડ્રેસિંગ કરવામાં આવે છે. ત્વચા લેવાની પ્રોસેસ 45 (આશરે) મિનિટની હોય છે (પોણો કલાક) આ ત્વચા સ્કીન બેંકમાં પ્રોસેસ કરી સાચવવામાં આવે છે. જેનો ઉપયોગ દાઝેલા દર્દી, એકસીડન્ટમાં જે દર્દીની ત્વચા નીકળી ગયેલ હોય તેવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.ત્વચા બીજાના શરીરમાં આશરે બે ત્રણ અઠવાડિયા રહે છે. પછી કુદરતી રીતે નીકળી જાય છે. આ સમય દરમિયાન ઘરમાં રૂઝ આવી જાય છે અથવા દર્દીની પોતાની ચામડી લગાડવા માટે સમય મળે છે.અન્ય અંગોની સાથે ત્વચા દાનનો સંકલ્પ લઈ બીજાની જિંદગી બચાવી શકાય છે.