• અમદાવાદના વિરમગામમાં યુવક પર હુમલો

  • જૂની અદાવતમાં તિક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો
  • પોલીસે 2 લોકો સામે ફરિયાદ નોંધી

અમદાવાદના વિરમગામમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. વિરમગામ શહેરમાં જૂની અદાવત રાખીને તીક્ષ્ણ ધારદાર છરી વડે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને યુવકના હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી છે.

તીક્ષ્ણ છરી વડે ઘા ઝીંક્યા

શહેરના હાર્દસમા માતૃછાયા હોસ્પિટલ પાસે યુવકને બાઈક પરથી પાડી દીધો અને ત્યારબાદ તીક્ષ્ણ છરી વડે ઘા ઝીંક્યા, જેના કારણે ઈશ્વરભાઈ ચંદુભાઈ મારવાડી નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથધરી છે. 

મહેસાણામાં અસામાજિક તત્વોએ બાઈક ચાલકને ધોકા વડે માર્યો માર

થોડા દિવસ પહેલા જ મહેસાણામાં અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી હતી અને આ અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી અને બાઈક લઈને જતા યુવકને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. માર મારતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ યુવકને મારમારીને અધમુવો કરી નાખ્યો હતો.

  • Follow us on: