બળાત્કારના ગુનામાં મણિનગર પોલીસ ડોક્ટરની ધરપકડ કરી છે.સારવાર માટે આવતી મહિલા સાથે દુષ્કર્મ ગુજારવા બદલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જે ગુનામાં ડોક્ટરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સાથે જ મહિલા પાસેથી રોકડ અને દાગીના પણ આરોપીએ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.જે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આરોપી ડોકટર નિલેશ નાયક
મણિનગર પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ નિલેશ નાયક છે.જે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર તરીકે દર્દી ઓની સારવાર કરે છે.પરંતુ એક મહિલા દર્દી સાથે સારવારના બહાને તેની સાથે સંબંધ કેળવી દુષ્કર્મ ગુજાર્યું હતું ઝડપાયેલા ડોકટરે મહીલાને બાટલો ચઢાવવાનું કહીને બાટલામાં બેભાન થવાનું ઇજેકશન આપીને બેભાન કરી દીધી હતી. જે બાદ નિર્વસ્ત્ર કરી ફોટા અને વિડીયો ઉતાર્યો હતો. જે વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરીને મહિલા પાસેથી રૂ. 4 લાખ અને દાગીના પણ પડાવી લીધા હતા. ઉપરાંત મણિનગર હોટલમાં લઇ જઇને ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે મહિલાએ ડોકટર સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે...
મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યુ
ફરિયાદીની પૂછપરછ અને તપાસ કરતા હકિકત સામે આવી કે તે ડાયાબિટીસ, ચામડીના રોગની બિમારી હોવાથી તેઓ અવારનવાર સારવાર કરાવવા જતી હતી. તે સમયે ફિઝીયોથેરાપીસ્ટ ડો. નિલેશકુમાર નાયકના દવાખાને મહિલા ગઇ હતી. સારવાર દરમિયાન મહિલા અને ડોક્ટર વચ્ચે મિત્રતા બંધાઇ હતી. જે બાદ મહિલાને સારવાર ના બહાને બેભાન કરીને નિવસ્ત્ર કરીન તેના ફોટા અને વિડીયો ઉતારી દીધો હતો. બાદમાં ડોકટર નિલેશે મહિલાને બ્લેકમેલ કરીને ચાર લાખ રૂપિયાના દાગીના પણ પડાવ્યા હતા. આટલું જ નહિ મહિલાને ફોટા અને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપીને મણિનગર હોટલમાં લઇ જઇને ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યુ હતુ. જેથી વારંવાર ડોકટરના ત્રાસથી કંટાળીને મહિલાએ તેના પતિને જાણ કરી હતી. આ અંગે મહિલાએ ડોકટર સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી..
ડોકટરે ખંડણી માગી રૂપિયા પણ લીધા
મણીનગર પોલીસે દુષ્કર્મ અને બ્લેકમેલિંગના ગુનામાં ડોક્ટરની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.તો બીજી તરફ ડોક્ટર એ ખંડણી બેટે બે લાખ રૂપિયા બેન્ક એકાઉન્ટમાં લીધા હોવાના પણ પુરાવા મળ્યા છે.જેથી આરોપી વિરુદ્ધ વધુ પુરાવા એકઠા કરી કડક કાર્યવાહી થાય તે અંગે તપાસ શરૂ કરી છે.