• હાઈકોર્ટે તપાસ અધિકારી સામે હાજર થવા કર્યો છે આદેશ
  • આપઘાત કેસમાં PI ખાચર સામે નોંધાઈ છે ફરિયાદ
  • ક્રાઈમબ્રાન્ચ પરિસરમાં મહિલા તબીબે કર્યો હતો આપઘાત

ક્રાઈમ બ્રાન્ચ પોલીસ અધિકારી બી. કે. ખાચર સામે 14 માર્ચ, 2024ના રોજ ગાયકવાડ હવેલી પોલીસ મથક ખાતે 32 વર્ષીય ડોક્ટરને આપઘાતની દુષ્પપ્રેરણા આપવાનો ગુનો IPC 306 અંતર્ગત નોંધાયો હતો. ત્યાર બાદથી આ પોલીસ અધિકારી ફરાર હતા ત્યારે આજે કોર્ટના હુકમનુ માન રાખીને પીઆઈ બી.કે.ખાચર જવાબ લખાવવા માટે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હાજર થયા હતા.

સેશન્સે અરજી ફગાવતા હાઈકોર્ટ પહોચ્યા હતા

અધિકારીએ આગોતરા જામીન મેળવવા 16 માર્ચે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં એડવોકેટ એસ. વી. ઠક્કર મારફતે અરજી દાખલ કરી છે. જે અરજી ઉપર 14 મેના રોજ ચુકાદો આપતા અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે અરજદારના આગોતરા જામીન ફગાવી દીધા હતા. ત્યારે હવે બી. કે. ખાચર આગોતરા જામીન અરજી લઈને હાઇકોર્ટ પહોંચ્યા હતા.


સુસાઈડનોટના આધારે નોંધાયો ગુનો

મૃતક 32 વર્ષીય મહિલા ડોક્ટર મૂળ મહીસાગરના હતા. જે અમદાવાદના સેટેલાઈટમાં PGમાં રહીને નવાવાડજ ખાતેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. તેમને 6 માર્ચના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે જઈને બાંકડા ઉપર બેસીને જાતે જ પગે ઇન્જેક્શન આપીને આપઘાત કરી લીધો હતો. તેમ જ સુસાઇડ નોટ મૂકી હતી. જેમાં બી. કે. ખાચરનું નામ હતું.

7 માર્ચ 2024ના રોજ બની ઘટના

અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં વૈશાલી જોષી નામની મહિલા તબીબે ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. તપાસ દરમિયાન પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે ઇકોનોમિક્સ ઓફેન્સ વીંગના પી.આઇ બી કે ખાચરને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથેસાથે પોલીસને વૈશાલી જોષીની ડાયરી પણ મળી આવી હતી.જેમાં તેણે પીઆઇ ખાચર સાથેના સંબધનો ઉલ્લેખ કર્યો હતો. જે અંગે પોલીસે મૃતકના પરિવારજનોના, પીજીમાં સાથે રહેતી યુવતીઓના અને હોસ્પિટલના સ્ટાફના નિવેદનો નોંધ્યા હતા.

  • Follow us on: