અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ACBની ટ્રેપ થઈ છે જેમાં ફાયર ઓફિસર ઇનાયત શેખ લાંચ લેતા ઝડપાયા છે,આ લાંચ રૂપિયા 65 હજારની છે જેમાં અધિકારી રૂબરૂમાં લાંચ લેતા ઝડપાઈ ગયા છે,હાલમાં અધિકારી ઈનાયત શેખ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને અમદાવાદ એસીબી ઓફીસ ખાતે તેમને લઈ જવામાં આવ્યા છે.ફાયર સેફટીની એનઓસીને લઈ માંગી હતી લાંચ.


અધિકારીઓ સામે લેવાયા પગલા

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

અગાઉ ફાયર ઓફિસર મનિષ મોડ લાંચ લેતા ઝડપાયા હતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2022માં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા મનિષ મોડ દ્વારા ફાયર NOC આપવા મામલે લાંચ માગવામાં આવી હોવાના પુરાવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એન્ટીકરપ્શન બ્યુરો (ACB)માં આપવામાં આવ્યા હતા. એન્ટીકરપ્શન બ્યુરોએ બે વર્ષ બાદ સપ્ટેમ્બર 2024માં ઓડિયો વીડિયો રેકોર્ડિંગના પુરાવાના આધારે પૂર્વ ડિવિઝનલ ફાયર ઓફિસર મનિષ મોડ અને પૂર્વ ફાયર જમાદાર એરિક રિબેલો વિરૂદ્ધ અમદાવાદ ACBમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

  • Follow us on: