અમદાવાદમાં પૂર્વ ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં આવી. અમદાવાદ પોલીસે પૂર્વ MLAના પુત્ર પ્રદ્યુમનસિંગ ચંદ્રાવતની ધરપકડ કરી. ધારાસભ્યના પુત્રે પ્રેમિકા સાથે મોજ કરવા એવું કામ કર્યું કે પોલીસ સ્ટેશનમાં જવાનો વારો આવ્યો. પોલીસે પૂર્વ MLAના પુત્રની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો.
ચેઈન સ્નેચીંગની ઘટના
મળતી માહિતી મુજબ શહેરના ગુરુકુળ વિસ્તારમાં ચેઈન સ્નેચીંગની ઘટના બનવા પામી હતી. ચેઈન સ્નેચીંગની આ ઘટના CCTVમાં કેદ થઈ છે. પીડિતની ફરિયાદ પર પોલીસે તપાસ હાથ ધરી. ઘટનાની તપાસ કરતાં પોલીસે આ વિસ્તારના CCTV ચેક કર્યા. CCTV ફૂટેજમાં દેખાય છે કે એક મહિલા એપાર્ટમેન્ટની અંદર આવી રહી છે. અને એક યુવાન તેની આસપાસ આંટાફેરા મારે છે. આ યુવાન સહેજ તક મળતાં જ મહિલાના ગળામાં હાથ નાખી ચેઈન ખેંચવા પ્રયાસ કરે છે. મહિલા બૂમા બૂમ કરી ચેઈન ખેંચતા યુવાનને રોકવા મથામણ કરે છે. અને આ મથામણાં મહિલા નીચે પડી જાય છે ત્યારે થોડે દૂર ઉભેલા એક - બે શખ્સ મહિલાને બચાવવા દોડે છે.જો કે આ લોકોના આવવાથી યુવાન ત્યાંથી ભાગી જાય છે.
પૂર્વ MLAના પુત્રની અટકાયત
પોલીસે આ યુવાનની શોધખોળ કરતાં તે પણ ચોંકી ઉઠીં. કારણ કે મહિલાની ચેન ચોરી કરવાનો પ્રયાસ કરનાર આ યુવાન પ્રતિષ્ઠિત ઘરમાંથી આવે છે. આ યુવાનનું નામ પ્રદ્યુમનસિંગ ચંદ્રાવત છે અને તે MPના પૂર્વ MLA વિજેન્દ્રસિંગ ચંદ્રાવતના પુત્ર છે. ચેઈન સ્નેચીંગ કરનાર પૂર્વ MLAના પુત્ર પ્રદ્યુમનસિંગ ચંદ્રાવતની ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી. પોલીસ પૂછપરછમાં પ્રદ્યુમનસિંગે કબૂલાત કરી કે તે શોખીન માણસ છે. પોતાના શોખ પૂરા કરવા અને પ્રેમિકા સાથે મોજ શોખ કરવા તેણે ચેઈન સ્નેચીંગ કર્યું.ઘાટલોડીયા પોલીસે આરોપી પાસેથી ₹1,25,000 નું સોનાનું મંગળસૂત્ર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો.
મોજશોખ પૂરા કરવા ચોરીની કબૂલાત
નોંધનીય છે કે રાજ્યમાં વિવિધ સ્થાનો પર ચેઈન સ્નેચીંગના ગુના વધ્યા છે. યુવાનો પૂરપાટ વેગે બાઈક ચલાવી માર્ગ પર ચાલતા લોકોને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચિંગ કરે છે અને પછી ફરાર થઈ જાય છે. પોલીસનું કહેવું છે કે આજે દેખા-દેખીના લીધે મોંઘા મોબાઈલ તેમજ બુલેટ જેવા બાઈકનો ક્રેઝ વધ્યો છે. જ્યારે ઘર પરિવારના લોકો તેમની ખોટી માંગ પૂરી ના કરતા યુવાનો ચોરી અવળા માર્ગે વળે છે.રાજ્યના અલગ અલગ શહેરોમાં ચેન્જ સ્નેચિંગની ઘટનામાં પોલીસે અટકાયત કરેલ લોકોમાં મોટાભાગના યુવાનો હોવાનું સામે આવ્યું છે. અને ધરપકડ કરાયેલા આરોપીઓ પણ કબૂલાત કરે છે કે તેઓ મોજશોખ પૂરા કરવા અને ફક્ત આનંદ ખાતર ચેઈન સ્નેચીંગ કરે છે.