31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ શહેર પોલીસે યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતું અટકાવવા, શહેરમાં પ્રવેશતા નશાકારક પદાર્થો શોધી, નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા અને નશાકારક પદાર્થો શહેરમાં આવતા અટકાવવા સતર્ક બની છે.


અમદાવાદ શહેરની ઈસનપુર પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ AVIL ઈજેક્સનની વાઈલ તથા નીડલ સાથેની સીરીંજ બાળકોને વેચાણ કરે છે. જેના આધારે આરોપીની ધરપકડ કરી, AVIL ઈજેક્સનની વાઈલ નંગ- 56 તથા નીડલ સાથેની સીરીંજ નંગ- 44 મળી કુલ રૂ.6040/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલ આરોપી સોહેલ સલીમ શેખ (ઉ.વ.૨૨ રહે.કર્ણાવતીની ચાલી અમ્મા મસ્જીદની સામે શાહ આલમ અમદાવાદ શહેર) વિરુદ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનના દ્વારા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ કલમ-77,87 તથા ધી ગુજરાત રજીસ્ટર મેડીકલ પ્રેકટીસનર એકટ 1963 ની કલમ 30 મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે.

કડાયેલ આરોપી સોહેલ સલીમ શેખ ની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી કલીમ ઉર્ફ ભૈયા પઠાણની પત્નિ તેને રૂપિયા 500/- મજુરી પેટે આપી આ વસ્તુઓનુ વેચાણ કરાવતા હતા તેમજ AVIL શીશી તથા નિડલ સાથેની સીરીંજનો જથ્થો આરોપી બાપુનગર ઈન્ડીયા કોલોની કર્ણાવતી ફાર્મના માલીક હાર્દીક પટેલ પાસેથી લાવેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 

  • Follow us on: