ગુજરાતમાં ઘૂસણખોરીની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ભારતીય સુરક્ષા દળા અવર નવાર ઘૂસણખોરી કરતા પાકિસ્તાની નાગરિકને ગુજરાતમાં ઘૂસણખોરી કરતા ઝડપી પાડે છે. તેવામાં ગુજરાત ATSએ અમદાવાદમાંથી પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે.
ગુજરાત ATSએ પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાંથી પાકિસ્તાની નાગરિક લવ સ્વરુપ ભીલ હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. પાકિસ્તાની નાગરિક લવ સ્વરુપ ભીલ ઘુસણખોરી કરીને ગુજરાત આવતો હોવાની ગુજરાત ATSને જાણ થતા તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. તેવામાં ગુજરાત ATSએ અમદાવાદમાંથી પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડ્યો છે.













