વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે સેલવાસ મુલાકાતમાં આજે PM મોદીના હસ્તે નમો હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. સુરત એરપોર્ટ પર પંહોચ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા સેલવાસ પંહોચ્યા. ત્યાં 45 બેડની નમો હોસ્પિટલનું અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટીટયૂટનું નિરીક્ષણ કર્યા બાદ લોકાર્પણ કર્યું.
વતનની મુલાકાતે વડાપ્રધાન
વડાપ્રધાન આજે ફરી વતનની મુલાકાતે છે. ત્યારે 2 દિવસીય ગુજરાત પ્રવાસમાં વિવિધ વિકાસ કાર્યો અને ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. સેલવાસની નમો હોસ્પિટલ બન્યા બાદ ત્યાંના સ્થાનિકોને ગંભીર બીમારીની સારવાર માટે હવે દૂર નહીં જવું પડે. આ હોસ્પિટલમાં AI ટેકનોલોજી તેમજ રોબોટિક સર્જરી જેવી અત્યાધુનિક મશીનનો ઉપયોગ કરી દર્દીઓની સારવાર કરવામાં આવશે. ઉપરાંત હોસ્પિટલના ઓપેરશન થિયેટરમાં પણ હાઈટેક સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ 650 બેડની ક્ષમતા ધરાવતા બીજા તબક્કાનું ભૂમિ પૂજન પણ કર્યું.
PM મોદીનું સેલવાસની સભામાં સંબોધન
સેલવાસમાં દરેક પ્રદેશના લોકો રહે છે. સેલવાસ નવી ઓળખ સાથે ઉભરી રહ્યું છે. સેલવાસના લોકો પર મને ભરોસો છે. જૂના ચહેરાને જોઈને આનંદ થયો. સંઘપ્રદેશના વહીવટકર્તાઓનો આભાર માન્યો. સેલવાસમાં વિકાસ અભિયાન શરૂ થયુ છે અને આગળ ચાલુ રહેશે જ. આજે જન ઔષધિ દિવસ પણ છે. આજે સેલવાસની નવી ઓળખ મળી. આજે ઘણા જૂના અને નવા ચહેરાઓને જોઈ આનંદ થયો. સેલવાસને સિંગાપુર બનાવવાનું હોય તો હું સાથે ઉભો રહીશ. સેલવાસના દરેક યોજનાના લાભ લાભાર્થીને મળ્યા. સંઘપ્રદેશ આધુનિક ઓળખ સાથે ઉભરી રહ્યો છે. સંઘ પ્રદેશના શાળાઓમં બાળકો સ્માર્ટ સ્કૂલમા અભ્યાસ કરે છે.
સુરતમાં કરશે રાત્રિ રોકાણ
સેલવાસમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ભૂમિપૂજન કર્યા બાદ PM મોદી સેલવાસથી લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પહોંચશે. જ્યાં તેઓ હેલિપેડથી નીલગીરી ગ્રાઉન્ડ સુધીનો રોડ શો કરશે. ત્યારબાદ લીંબાયતમાં NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કર્યા બાદ નીલગીરી ગ્રાઉન્ડમાં PM મોદી જાહેરસભા કરશે. અને પ્રથમ પ્રવાસમાં સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે નવસારીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બપોરે 3 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થશે.