અમદાવાદમાં અસામાજિક તત્વોએ જાહેર રોડ પર તલવારો સાથે આતંક મચાવ્યો હતો. રખિયાલ - બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો. આ સમગ્ર મામલે મુખ્ય 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, સાથે બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
રખિયાલમાં અસામાજિક તત્વોના આંતકની ઘટના
મળતી માહિતી મુજબ, અમદાવાદનાં રખિયાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા જાહેરમાં આતંક મચાવી પોલીસ સામે દાદાગીરી કરવાનાં કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે કાર્યવાહીમાં ઢીલાશ બદલ 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ઘટનાસ્થળેથી નિકળી ગયેલા પોલીસકર્મીઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી થશે એવી માહિતી છે. આ કેસમાં અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત 2 ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 આરોપી હાલ પણ ફરાર છે.
વાયરલ વીડિયોના આધારે DCP ઝોન 6ની કાર્યવાહી
આ અંગે માહિતી આપતા DCB રવિ મોહન સૈનીએ કહ્યું કે અમદાવાદ શહેરના રખિયાલ ગરીબનગર પાસે અસામાજિક તત્વોના આતંક મામલે પોલીસ પર હુમલો કરનાર મુખ્ય 2 આરોપીની PCB અને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ સાથે PCR વાનના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કારવામાં આવી છે. આ ઘટનામાં બાકીના આરોપીઓને શોધી કાઢવા ટિમો બનાવવામાં આવી છે. 4 આરોપીઓને પકડવા સ્થાનિક પોલીસ, ઝોન એલસીબી, ક્રાઇમ બ્રાન્ચની ટિમો કાર્યરત છે. ઘટના સ્થળેથી નીકળી ગયેલ રખિયાલ પોલીસના સ્ટાફ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મુખ્ય આરોપી સહિત 2ની ધરપકડ, 4 હજું પણ ફરાર
આ કેસમાં અત્યાર સુધી પોલીસે સમીર અને ફઝલ નામનાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફઝલ એ મુખ્ય આરોપી છે. જો કે, અન્ય 4 આરોપી હાલ પણ પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી ફઝલ સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ તપાસ અનુસાર, બધાં આરોપીઓનાં ગુનાહિત ઇતિહાસ અને વિવિધ પાસા હેઠળ કેસ ચાલી રહ્યા છે.