• ડૉ. વૈશાલી જોષીએ કરી હતી આત્મહત્યા
  • વૈશાલી જોષીના બહેન દ્વારા કરાઈ પોલીસ ફરિયાદ
  • પ્રેમ સબંધ તોડી માનસિક ત્રાસ આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

અમદાવાદમાં ડૉક્ટર યુવતીએ ક્રાઈમ બ્રાન્ચના કેમ્પસમાં આત્મહત્યા કરી હતી. જેના પછી પોલીસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચર સામે સવાલ ઊભા થયા હતા. જ્યાં હવે આખરે સમગ્ર કેસમાં મળેલી સુસાઇડ નોટ બાદ હવે EOWના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા સંદર્ભે ગુનો નોંધાયો છે.

આ મામલે મૃતક ડૉક્ટર યુવતીની બહેન આજે પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેમણે તેમની બહેનના મોત માટે જવાબદારી પોલીસ ઇન્સ્પેક્ટર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં મૃતક ડૉક્ટરની બહેન કિંજલ દ્વારા આજે પીઆઇ બી.કે. ખાચર સામે IPC કલમ 306 હેઠળ ગુનો નોંધવા માટે ફરિયાદ આપી હતી. જે મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે

તેમજ આ મામલે હવે આગળની તપાસ ચાલી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં મળી આવેલી સુસાઇડ નોટ અને ફરિયાદીએ આપેલી ફરિયાદના આધારે આગળની તપાસ કરવામાં આવશે. હજી આ કેસની અંદર બી.કે. ખાચરને શોધવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના અંગે પણ પોલીસ દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.

ખાચર સાથેના સંબંધોથી પરિવાર અજાણ

જોકે પોલીસને પરિવારના સભ્યો દ્વારા લેવામાં આવેલા નિવેદનોમાં કોઈ વિશેષ માહિતી મળી ન હતી, જેમાં મૃતક ડોક્ટરના વૃદ્ધ માતા, બે બહેનો અને બનેવીનું નિવેદન નોંધ્યા હતા. પરિવારના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે, પરિવાર મહિલા ડોકટર અને ખાચરના સંબંધોથી અજાણ હતો. જેની અંગે તપાસ કરવામાં આવશે.

પરિવારના નિવેદન લેવામાં આવ્યા

નોંધનીય છેકે, ડૉકટર વૈશાલી જોષીના આત્મહત્યાના કેસમાં ફરિયાદ નોંધવા માટે ગાયકવાડ હવેલી પોલીસે તેમના પરિવારજનોને અમદાવાદ ખાતે બોલાવ્યા હતા. જ્યાં તેઓ હાજર રહ્યા ન હતા. જે પછી પરિવારના સભ્યો નિવેદન માટે ના આવતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની ટીમ મહીસાગરના વઢેલા ગામમાં પહોંચી હતી. મૃતકના મોતના 5 દિવસ બાદ પોલીસે અંતે પરિવારના ચાર સભ્યોના નિવેદન લેવામાં આવ્યા હતા.

  • Follow us on: