- AMC દ્વારા બાકી લેણદારો સામે પગલાં
- મિલકતો સીલ કરવા સુધીની કામગીરી હાથ ધરાય છે
- પશ્ચિમ ઝોનમાં 600થી વધુ મિલકતો સીલ કરાઈ
અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગે બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે આજે એક જ દિવસમાં 2562 જેટલી મિલકતો સીલ કરી છે. AMCની બાકી ટેક્સ પર વ્યાજમાફીની યોજના છતાં ટેક્સ નહીં ભરનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ જ રહેશે.
મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ પ્રોપર્ટી ટેક્સ વસૂલાત ઝુંબેશ અંતર્ગત આજે સૌથી વધુ 637 મિલકતો માત્ર શહેરના પશ્ચિમ ઝોનમાં જ સીલ મારવામાં આવી છે. જ્યારે આજે એક જ દિવસમાં કુલ 7.24 કરોડના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત કરવામાં આવી છે.













