યુવક-યુવતીઓ, માલિકો પોતના કર્મચારીઓની જાસુસી કરાવતા હોય તેવુ સાંભળ્યું હશે.. પરંતુ ક્યારેય કોઈ માતા પિતાને પોતાના બાળકની જાસુસી કરાવતા હોય તેવુ સાંભળ્યું છે. ખરુ.. કદાચ નહી સાંભળ્યું હોય, પરંતુ આ હકિકત છે. અને તેનુ મુળ કારણ છે કે શુ તેમના બાળકો ડ્રગસના રવાડે ચડ્યા છે કે નહી.. તે જાણવા માટે માતા પિતા ડીટેક્ટીવ એટલે કે જાસુસ નો સંપર્ક કરે છે. અને આવી જાસુસી બાદ શુ સામે આવ્યું છે. તે જાણો અમારા આ ખાસ અહેવાલમાં..
ડ્રગ્સનુ દુષણ એટલુ ફેલાયુ છે કે હવે બાળકો પર માતા પિતા જ ભરોષો નથી રહ્યો..એવુ નથી કે બાળકો, માતા -પિતા ના કહ્યા માં કે કંટ્રોલમાં નથી, પરંતુ ઘરની બહાર અને કોલેજ કે સ્કુલ મા મિત્રો સાથે શુ કરે છે. તે જાણવા માટે હવે માતા પિતા ડેટેક્ટિવ એજન્સીઓનો સહારો લઈ રહ્યા છે. અને તેનુ એક માત્ર કારણ એ છે કે, શુ તેમનુ બાળક ડ્રગ્સ લઈ રહ્યુ છે કે નહી તે જાણવા માટે નો,. અને નવાઈ ની વાત તો એ છે કે એક વર્ષમાં 30 થી વધુ વાલીઓ માત્ર આ જ જાણવા માટે પોતાના જ બાળકોની જાસુસી કરાવે છે.













