અમદાવાદ જીલ્લાના હાઈવે રોડ પર દિન પ્રતીદિન અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે ત્યારે ધંધુકા–ફેદરા રોડ પર ખાનગી બસ પલટી ગઇ છે. અકસ્માતમાં 20 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે હરિપુરા પાટિયા પાસે અકસ્માત થયો હતો. મધ્ય પ્રદેશથી શ્રમિકો ભરી ગોંડલ જતી ખાનગી બસ પલ્ટી ગઇ હતી.
ધંધુકા–ફેદરા રોડ પર ખાનગી બસ પલટી













