અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એસીબી દ્રારા લાંચને લઈ કેસ કરવામાં આવ્યો છે,જેમાં પોલીસ કોનસ્ટેબલ કરણ અને મુસ્તાક રસુલ અલ્લા રખા સૈયદ કે જે ખાનગી માણસ છે જેના દ્રારા રૂપિયા 10 હજારની લાંચ માગવામાં આવી હતી પરંતુ ફરિયાદી દ્રારા લાંચ નહી આપવાને લઈ એસીબીનો સંપર્ક કર્યો હતો ત્યારે એસીબી દ્રારા કોન્સ્ટેબલ અને ખાનગી માણસની સામે કાર્યવાહી કરવામાં આવી છે,જયારે ખાનગી માણસ ઝડપાઈ ગયો છે અને કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો છે.
માર નહી મારી જામીન કરાવવા માગી લાંચ
ફરીયાદીના મિત્રને મારામારીના કેસમાં રજુ કરી,મારઝુડ નહી કરવા,ઝડપથી જામીન કરાવવા,બીજા અન્ય કેસોમાં નહી ફસાવવા અને પાસા નહી કરવા સારૂ આ કામના આરોપી નં-૧ નાઓએ ફરીયાદી પાસે રૂ.૩૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે પૈકી ફરીયાદીએ ગભરાઇ જઈ રૂ.૨૦,૦૦૦/- આપી દિધેલ અને બાકી રહેતા રૂ.૧૦,૦૦૦/- લેવા સારૂ આરોપી નં-૧ નાઓ દ્વારા અવાર-નવાર ફોન કરી માંગણી કરતા ફરીયાદી પૈસા આપવા માંગતા ના હોવાથી, એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આરોપી-૧ નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપી નં-૨ નાઓને લાંચના નાંણા લેવા મોકલી આપતા લાંચ નાંણા આરોપી નં-૨ નાઓએ પંચ -૧ની હાજરીમાં સ્વીકારી સ્થળ પર પક્ડાઇ જઇ ગુનો કર્યો હતો.
જાણો કોણ છે આરોપી
1- કરણભાઇ પોલીસ કોન્સ્ટેબલ ચારોડીયા પોલીસ ચોકી,રખીયાલ પો.સ્ટેશન અમદાવાદ વર્ગ-૩.
2- મુસ્તાક રસુલ અલ્લા રખા સૈયદ (પ્રજાજન)
ગઈકાલે પણ સીજીએટી અધિકારી લાંચ લેતા ઝડપાયા
ફરીયાદીએ ક્ષતિ અંગેની વિગતો પોતાની તથા તેમના વકીલને મોકલી આપવા જણાવેલ જે વેરીફાઇ કરી આરોપી નં-૧ અને ૨ નાઓએ તેઓને અંદાજિત રૂ. ૨૭,૦૦૦/- ચલણ ભરાવેલ અને આ દંડ ઓછો વસુલ કરવા પેટે રૂ.૧,૨૫,૦૦૦/- ની રકમ ની લાંચ ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, એ.સી.બી. નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચનાં છટકા દરમિયાન આરોપી નં.-૧ ના કહેવાથી આરોપી નં-૩ નાઓએ ઉપરોક્ત સ્થળ પર લાંચનાં નાણાં સ્વીકારી પકડાઈ જઈ અને આરોપી નં-૧, ૨ નાઓએ એકબીજાના મેળાપીપણા માં પોતાના હોદ્દોનો દુર ઉપયોગ કરી ગુનો કર્યો હતો.
અધિકારીઓ સામે લેવાયા પગલા
ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.
કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક
ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.













