અમદાવાદના નરોડા વિસ્તારમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો છે. જેમાં આરોગ્ય વિભાગે ક્રીમમાંથી ઘી બનાવતા એકમમાં દરોડા પાડ્યા હતા.જેમાં આરોગ્ય વિભાગે અંદાજે 1000 કિલો ક્રીમનો જથ્થો ઝડપ્યો છે. આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે.


રાજ્યમાં તહેવારના ટાણે નકલી ખાદ્યપદાર્થના જથ્થો પકડાયાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ચૈત્ર નવરાત્રી પર્વને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેવામાં અમદાવાદના નરોડા વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાતા ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

આરોગ્ય વિભાગે ક્રીમમાંથી ઘી બનાવતા એકમમાં દરોડા પાડ્યા હતા.જેમાં આરોગ્ય વિભાગે અંદાજે 1000 કિલો ક્રીમનો જથ્થો ઝડપ્યો છે.આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. આ એકમ સામે હવે કડક પગલા લેવાય તેવી શક્યતા છે. આરોગ્ય વિભાગે નમૂના તપાસ માટે મોકલ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી થાય તેવી શક્યતા છે.


  • Follow us on: