રાજકોટના ધોરાજીની ખાસ પોક્સો કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. આરોપી ભરત ઉર્ફે રાજ ચાવડાને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ભોગ બનનારને 7 લાખ વળતર ચૂકવવા સરકારને હુકમ કરવામાં આવ્યો છે.


રાજકોટ જિલ્લાના ધોરાજી એડિશનલ એન્ડ સેશન્સ જજ સાથે સ્પેશિયલ પોસ્કો જજ એ દુષ્કર્મ કેસમાં એક વ્યક્તિ ને 20 વર્ષ ની સજા અને રૂપિયા 10000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથોસાથ ભોગ બનનાર ને સરકાર દ્વારા રૂપિયા 7,00,000 વળતર ચૂકવવા માટે પણ હુકમ ફરમાવામાં આવ્યો છે.

ખીરસરા ગામનો વતની ભરત ઉર્ફે રાજ ચના ચાવડા ને દુષ્કર્મ કેસમાં તકસીરવાન ઠરાવીને 20 વર્ષ ની સજા ફટકારી અને સાથોસાથ ભોગ બનનાર ને રૂપિયા 10000 નો દંડ ફટકારવામાં આવેલ અને ભોગ બનનાર ને સરકાર ને રૂપિયા 7 લાખ નું વળતર ચૂકવવા માટે આદેશ ધોરાજી એડીશનલ ડીસ્ટીકટ એન્ડ સેશન્સ જજ અલી હુશેન મોહી બુલલા શેખે આદેશ આપ્યો છે.

  • Follow us on: