કોડીનાર તાલુકાના આલીદર ગામે પાંચ વર્ષની બાળા પર સિંહણનો હુમલો, પિતાએ બૂમાબૂમ કરી સિંહણને મુક્કો મારતાં બાળકીને છોડી સિંહણ પલાયન, પિતાની બહાદુરાયથી બાળાનો બચાવ કરવામાં આવ્યો છે.
આ દ્રશ્યો છે કોડીનાર તાલુકાનાં આલીદર ગામના, જ્યાં સનવાવ રોડ પર અજયભાઈ ગોહિલ નો પરિવાર પોતાના પરિવાર સાથે વાડીએ રહે છે. ત્યારે આજે વહેલી સવારે 9 થી 10 વાગ્યા ના સમયે પિતા અજય ભાઈ અને તેમની પાંચ વર્ષની બાળા પોતાના ઘર નજીક આંબા ના બગીચામાં નીકળ્યા અને અચાનક સિંહણે પાંચ વર્ષની માસૂમ બાળા પર હુમલો કરી દીધો. જોકે અચાનક થયેલા હુમલા ના કારણે પિતા અજયભાઈ પણ હેબતાઈ ગયા અને બાદમાં પોતાની દીકરી ને છોડાવવા હિંમત કરી અને જોરશોર થી બૂમાબૂમ કરી અને સિંહણ ને મુક્કા મારી હિંમત દાખવી પોતાની પાંચ વર્ષની બાળા ને સિંહણ ના મૌ માથી છોડાવી. અને સિંહણ ત્યાંથી નાચી ભાગી. અજયભાઈ ની બૂમો અને મુક્કા ને કારણે સિંહણ નાશી છુટતા આસપાસના આસપાસના લોકો એકઠા થયા ને પાંચ વર્ષની બાળા ને પ્રથમ કોડીનાર ની સરકારી હોસ્પિટલ અને બાદમાં રાના વાળા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. જોકે પિતાની બહાદુરાઈ છતાં બાળા ને પાછળ ના ભાગે ગંભીર ઇજ્જા ઓ પહોંચતા પીડાય રહી હતી.













