વિદ્યાનગરની એસ.પી.યુનિવર્સિટીના VC નિરંજન પટેલ, રજિસ્ટ્રારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. અશોભનિય ગીત પર વિદ્યાર્થિનીઓ સામે VC નિરંજન પટેલ, રજિસ્ટ્રારનો ડાન્સ કર્યો હોવોનો વીડિયો સામે આવ્યો છે. વિદ્યાર્થિનીઓ અને અધ્યાપકો સામે ડાન્સનો વીડિયો વાયરલ થતા વિવાદે જોર પકડ્યું છે.
25 માર્ચની રાત્રે બૉલીવુડના રાજદીપ ચેટર્જીની મ્યુઝિક કોન્સર્ટ વિદ્યાનગરમાં યોજાઈ હતી. મ્યુઝિક કોન્સર્ટમાં VC નિરંજન પટેલ, રજિસ્ટ્રાર ભાઇલાલ પટેલ ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. પદની ગરીમાને ન શોભે તેવો નિરંજન પટેલ ડાન્સ કરી રહ્યા છે. જોકે સંદેશ ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતું. મળતી માહિતી મુજબ, વિદ્યાનગરમાં આવેલા સરદાર પટેલ યુનિવર્સીટીના vc નિરંજન પટેલ અને યુનિવર્સીટીના રજિસ્ટ્રાર ભાઇલાલ પટેલનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થતા વિવાદે જોર પકડ્યું છે.













