પોરબંદરમાં ઝુરીના જંગલમાં ભીષણ આગ લાગવાની ઘટના અવાર નવાર બનતી હોય છે. તેવામાં પોરબંદરના ઝુરીના જંગલમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા ડિફેન્સ પાસે મદદની માગ કરવામાં આવી છે. અનેક વાર ઝુરીના જંગલમાં આગ લાગવા છતાં તંત્ર દ્વારા કોઇ તપાસ કરવામાં આવતી નથી. વર્ષ 2025માં 4થી 5 વાર ઝૂરી જંગલમાં આગ લાગી હોવાની ઘટના બની છે.
ઓડદર નજીક ઝુરીના વૃક્ષોમાં ફરી આગ ભભુકી ઉઠી હતી, જેમાં અનેક પક્ષીઓ સળગી ગયા હતા. આગના બનાવથી પ્રકૃતિપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જંગલ ખાતાના કર્મચારીઓ આગના બનાવો બનતા અટકાવવા કામગીરી કરે તેવી માંગણી કરી રહ્યા છે. પોરબંદર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર પોરબંદરથી ઓડદર સુધી દરિયા કિનારા તથા માર્ગ ઉપર આશરે 30 થી 40 વર્ષ જુનું ઝુરીઓનું જંગલ આવેલું છે. આ જંગલમાં કોઇ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી.













