જામનગર શહેરમાં પોલીસે જુદા-જુદા બે સ્થળે જુગાર અંગે દરોડા પાડ્યા હતા, અને આઠ આરોપીઓની અટકાયત કરી લઈ જુગારનો સામાન કબજે કર્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર શહેરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો બેડી રામ મંદિર ચોક વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ઘોડી પાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા કાદર હસનભાઈ વાઘેર, ધનસુખ કારાભાઈ કંટારીયા, યાકુબ અરુણભાઈ જેડા, ધનજીભાઈ ગગજીભાઈ બાવરીયા, નાઝીર મહેમુદભાઈ ભડાલા, અને ઇમ્તિયાઝ મોહમ્મદભાઈ કુરેશીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 30,450ની રોકડ રકમ તથા ઘોડીપાસાનું સામાન કબજે કર્યો છે.













