પેટલાદ શહેરમાં રંગાઈપુરાથી કોલેજ ચોકડી જવાના માર્ગ ઉપર રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે.ઓવરબ્રિજની સાઈડમાં યોગ્ય સર્વિસ રોડ ન મળતા સ્થાનિકોએ આજે સોસાયટી બહાર ભેગા થયા હતા.અને નગરપાલિકા અને PWD ને લેખિતમાં રજૂઆત કરી હતી. સર્વિસ રોડ ઉપર દબાણો ન તોડતા હાલ સોસાયટીના વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.ત્યારે સોસાયટીના રહેશો ભેગા થઈ નગરપાલિકા અને પી.ડબલ્યુ.ડી. કચેરી ખાતે પહોંચી લેખિતમા રજૂઆત કરી હતી.
ઓવરબ્રિજની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે













