અમરેલીના જાફરાબાદમાં આવેલા વાઢ ગામે કચરાના ઢગલામાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. વાઢ ગામે કચરાના ઢગલામાં જોત જોતામાં આગે વિકારાળ રુપ ધારણ કર્યુ હતું. ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે આવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, જાફરાબાદ તાલુકાના વાઢ ગામમાં કચરા ગંજનમાં વિકરાળ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગ વિકરાળ બનતા અમરેલી ફાયર બ્રિગેડની ટીમ જાફરાબાદ જવા રવાના થઇ છે. સતત બે કલાકથી આગ બુઝાવવાની જહેમત ચાલુ છે. વાઢગામે કચરાના ઢગલામાં ભીષણ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ બુજાવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.













